News of Monday, 28th April 2025
નાડા દ્વારા થેરાપ્યુટિક યુઝ એક્ઝેમ્પશન કમિટીની રચના : ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ભૂતપૂર્વ તબીબ ડૉ. દિનાકર ગોસ્વામી બન્યા અધ્યક્ષ
રમતગમતના ડોપિંગ નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થોના તબીબી ઉપયોગ માટે છ નિષ્ણાતોની બે વર્ષ માટે સમિતિની રચના : ખેલાડીઓની અરજીઓનું મૂલ્યાંકન કરશે

નવી દિલ્હી: નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) એ તાત્કાલિક અસરથી બે વર્ષના સમયગાળા માટે થેરાપ્યુટિક યુઝ એક્ઝેમ્પશન (ટીયુઈ) કમિટીની રચના કરી છે. આ કમિટી નાડાના એન્ટી ડોપિંગ નિયમો 2021 હેઠળ કાર્ય કરશે અને એવા ખેલાડીઓની અરજીઓ પર વિચાર કરશે જે તબીબી પરિસ્થિતિઓને કારણે પ્રતિબંધિત પદાર્થો અથવા પ્રતિબંધિત પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે પાત્ર ઠરે છે.
આ સમિતિમાં નીચેના નિષ્ણાતોનો સમાવેશ થાય છે:
* ડૉ. દિનાકર ગોસ્વામી: ભૂતપૂર્વ જનરલ મેડિસિન વિભાગ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, ગુજરાત (અધ્યક્ષ)
* ડૉ. વિજય કુમાર: ઓર્થોપેડિક સર્જન, સ્પર્શ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ, બેંગલુરુ (સભ્ય)
* ડૉ. દવિન્દર સિંહ: સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર, સફદરજંગ હોસ્પિટલ, દિલ્હી (સભ્ય)
* ડૉ. ત્રિપ્તિ સેરીન: પ્રોફેસર અને ફાર્માકોલોજી વિભાગના વડા, કટક મેડિકલ કોલેજ, સીઆઈટીટીએસએલ, ઓડિશા (સહ-સભ્ય)
* ડૉ. વિક્રમ શેખાવત: પ્રોફેસર ઓફ એન્ડોક્રિનોલોજી, આર એન્ડ આર હોસ્પિટલ, દિલ્હી (સહ-સભ્ય)
* ડૉ. ચિન્મય શાહ: પ્રોફેસર ઓફ ફિઝિયોલોજી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગર (સહ-સભ્ય)
આ ટીયુઈ કમિટી આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આવી વિનંતીઓનું મૂલ્યાંકન કરશે અને તેના પર નિર્ણય લઈને નાડાને જાણ કરશે. ટીયુઈ અરજી અંગે ટીયુઈ કમિટીનો નિર્ણય નાડા દ્વારા સંબંધિત ખેલાડીને જણાવવામાં આવશે.
સમિતિના ઉપરોક્ત સભ્યોને સમિતિની બેઠકમાં હાજરી આપવા બદલ પ્રતિ દિવસ ₹ 2000 અને ભારત સરકારના નિયમો અનુસાર સ્થાનિક વાહનવ્યવહાર ભથ્થું મળવાપાત્ર રહેશે. ફક્ત બહારગામના સભ્યોને જ નિયમો અનુસાર મુસાફરી ભથ્થું (ટીએ) મળશે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
