હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

જમ્મુઃ ‘‘બ્લેક ટયુઝડે એટલે કે ૨૨ એપ્રિલના દુખદ આતંકી હુમલા પછી, પહલગામ જે ક્યારેક પર્યટકોથી હર્યુભર્યુ રહેતું હતું. ત્યાં પર્યટકોની સંખ્યામા ઘટાડો જોવા મળ્યો છે. પહલગામના માર્ગો પર સામાન્ય રીતે રોજના ૫ થી ૭ હજાર પર્યટકો આવતા હતા, હુમલા પછીના દિવસોમાં બિલકુલ શાંત હતા. જો કે હવે પર્યટકોનું આગમન ફરી શરૂ થઈ ગયું છે. અને સ્થાનિક લોકો શહેરને ફરીથી જીવંત થતું જોઈને બહુ ખુશ છે.
હાલના દિવસોમાં વિદેશી અને ઘરેલુ પર્યટકોએ ફરી એકવાર પહલગામના સુંદર માર્ગ પર ટહેલવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ફરી એકવાર પર્યટકોને ફરતા જોઈને સ્થાનિક લોકોમાં આશાનું નવું કિરણ ઉગ્યું છે. અહીંના લોકો લાંબા સમયથી પોતાની મહેમાનગતિ માટે જાણીતા છે.
અહીંૅ આવનારા પર્યટકોમાં રાહુલ અને અમૃતા પણ હતા જેમણે કાશ્મીરની બેજોડ સુંદરતા અને અહીંના ઉષ્માભેર સ્વાગત કરનારા લોકોના વખાણ કર્યા. ક્રોએશીયન પર્યટક રાહુલે કહ્યું કે ઘટના અંગે સાંભળ્યા છતાં અમે અહિંયા સંપૂર્ણ પણે સુરક્ષિત અનુભવી રહ્યા છીએ. અને દરેક પળનો આનંદ લઈ રહ્યા છીએ.
સૂરતના મોહમ્મદ ઈબ્રાહિમ જેવા પર્યટકોએ પણ કહ્યું કે પહેલા તો અમે સમાચારો સાંભળીને ચિંતિત હતા પણ સ્થાનિક લોકો અને સેનાના મળેલ સમર્થનથી અમે સહજતા અનુભવી. અમે અહીં આવીને ખુશ છીએ અને હવે બધુ સામાન્ય હોય તેવું લાગી રહ્યું છે.
પહલગામના લોકોએ વિપરીત પરિસ્થિતીઓનો સામનો કરીને અવિશ્વસનીય લચીલાપણું બતાવ્યું છે. અને તેમના સ્વાગત કરતા ભાવે શહેરના આકર્ષણને ફરીથી શરૂ કરવામાં મદદ કરી છે. સ્થાનિક લોકો પણ પર્યટકોને આવતા જોઈને એટલા જ રોમાંચિત છે. તેઓ એકજૂથ થઈને પોતાની તાકાત બતાવી રહ્યા છે. શહેરમાં એક સ્થાનિક રેલી પણ જોવા મળી હતી. જેમાં સ્થાનિકોએ ગર્વપૂર્વક તિરંગો ઉઠાવ્યો અને આતંક વિરૂધ્ધ એકજૂથ થઈને ઉભા રહ્યા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM