News of Monday, 28th April 2025
જબલપુરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ : રડતી ઘરે પહોંચેલી માસૂમના કપડાં પર લોહી જોઈ માતાનું હૃદય કંપી ઉઠ્યું
લગ્નમાં જઈ રહેલી બાળકીનું અપહરણ કરી અજાણ્યા આરોપીએ આચર્યું દુષ્કર્મ : પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુરમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં, મઝગવાં પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં લગ્નમાં જઈ રહેલી 4 વર્ષની બાળકીનું અજાણ્યા આરોપીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. બાળકી રડતી ઘરે પહોંચી તો તેની માતાએ તેના કપડાં પર લોહીના ડાઘ જોયા અને તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હાલમાં પોલીસ આરોપીની શોધમાં લાગી છે.
જબલપુરના મઝગવાં પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ઉમરિયા પાનથી જાન આવી હતી અને ગામમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. લગ્નમાં જવા માટે બાળકીની માતાએ તેને તૈયાર કરી ઘરની બહાર બેસાડી અને કહ્યું કે થોડી વારમાં બધા સાથે જશે. પરંતુ બાળકી એકલી જ લગ્ન સ્થળ તરફ ચાલી નીકળી. રસ્તામાં અજાણ્યા આરોપીએ તેને એકલી જોઈ ઉપાડી લીધી અને એક સૂમસામ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું. કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી અંધારાનો લાભ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધ શરૂ કરી દીધી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે.
માતાએ જણાવ્યું કે ઘણી વાર શોધખોળ કર્યા પછી જ્યારે બાળકી ન મળી તો તેણે ગામના અન્ય લોકોને જાણ કરી. થોડી વાર પછી બાળકી રડતી ઘરે આવી તો તેના કપડાં પર લોહીના ડાઘ હતા. કપડાં પર લોહીના નિશાન જોઈને માતાને મામલો સમજવામાં વાર ન લાગી. ત્યારબાદ બાળકીની માતાએ મઝગવાં પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો. બાળકી લેડી એલ્ગિન હોસ્પિટલમાં દાખલ છે.
મઝગવાં પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે હાલમાં બાળકીની હાલત સ્થિર છે. કેટલાક શંકાસ્પદોને કસ્ટડીમાં લઈ બાળકીને તેમના ફોટા પણ બતાવવામાં આવ્યા, પરંતુ તે તેમને ઓળખી શકી નથી. પોલીસ તપાસમાં લાગી છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
