News of Monday, 28th April 2025
જવાબ માટે તૈયાર રહે પાકિસ્તાન જો સિંધુમાં લોહી વહેશે તો તેમનું વધારે હશે
બિલાવલ ભુટ્ટોને શશિ થરૂરનો જવાબ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પહલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહયું, ‘‘મને લાગે છે કે આ બહુ સ્પષ્ટછે કે તે એક પેટર્ન છે. લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ટ્રેન્૯ કરવામાં આવે છે, હથિયાર આપવામાં આવે છે અને સીમાપારથી નિર્દેશિત કરવામાં આવે છે.
પછી પાકિસ્તાન બધી જવાબદારીઓથી ઇન્કાર કરે છે. છેવટે વિદેશી ગુપ્તચર એજન્સીઓ સહિત જવાદારી સ્થાપિત અને સાબિત થાય છે.''
થરૂરે જણાવ્યું કે ર૦૧૬ના ઉરી હુમલા અને ર૦૧૯ના પુલવામાં હુમલાઓ પછી ભારત તરફથી જવાબી કાર્યવાહી કરાઇ હતી અને આ વખતે પાકિસ્તાનને ભારત તરફથી કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
તિરૂવનતપુરૂમના સાંસદ શશિ થરૂરે વધુમાં કહયું કે ઉરી પછી સરકારે સીમા પર સર્જીકલ સ્ટ્રાઇક કરી અને પુલવામાં પછી બાલાકોટ હવાઇ હુમલો કર્યો આ વખતે મને લાગે કે આપણને તેનાથી ઘણું વધારે જોવા મળી શકે છે. આપણી પાસે ઘણાં વિકલ્પ છે.
થરૂરે વધુમાં કહયું કે સમગ્ર દેશ તેની માંગણી કરી રહયો છે અને તેની આશા રાખી રહયો છે. કોેઇ નથી જાણતું કે તે શું હશે, તે કયાં થશે અને તે કયારે થશે. પણ મને વિશ્વાસ છે કે કંઇક તો થશે. થરૂરે સિંધુ જળસંધી રદ કરવા પર બિલાવલ ભુટ્ટોની ‘લોહી વહેશે' ટીપ્પણી પર પણ પ્રતિક્રિયા આપી. બિલાવલના બાયન પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે કહયું કે એ માત્ર ભડકાઉ ભાષણબાજી છે. જો સિંધુમાં લોહી વહશે તો કદાચ અમારા કરતા તેમની તરફ વધારે વહેશે. તેમણે કહયું પાકિસ્તાન વિરોધી કોઇ ષડયંત્ર આપણે નથી કરતા પણ જો તેઓ કંઇ કરે તો તેમણે જવાબ માટે તૈયાર રહેવું જોઇએ.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
