<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

તમે આઇએસઆઇએસની જેવા કામ કરો છો અમે સહન કરી લેવાના નથી

અસદુદ્દીન ઓવૈસીની પાકિસ્‍તાનને સ્‍પષ્‍ટ્ર વાત

નવી દિલ્‍હીઃ કાશ્‍મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા પછી ભારત-પાક સંબંધો અત્‍યંત તણાવપુર્ણ થઇ ગયા છે. પર્યટકો પર થયેલ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્‍તાન વિરૂધ્‍ધ મોટી કાર્યવાહીઓ કરી છે. ભારતની કાર્યવાહીઓ પછી પાકિસ્‍તાન ગભરાઇ ગયું છે.

પાકિસ્‍તાનના એક પ્રધાને તો ભારતને પરમાણું હથિયારોની ધમકી સુધ્‍ધા આપી દીધી છે. આ દરમ્‍યાન એઆઇએમઅઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્‍તાનને ફિટકાર્યુ છે. મહારાષ્‍ટ્રના પરભણીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા આસદુદ્દીન ઓવૈસીએ કહયું કે પાકિસ્‍તાન કાયમ પરમાણું શકિત હોવાની વાત કરે છે. પણ પરમાણુ શકિત હોય એટલે પાકિસ્‍તાન નિર્દોષોની હત્‍યા ના કરી શકે. તેમણે એ યાદ રાખવું જોઇએ  કે જો તે કોઇ દેશમાં ઘૂસીને નિર્દોષોને મારે તો તે દેશ ચૂપ નહીં બેસે.  તેમણે કહયું કે અહીં ભલે કોઇ પણ સરકાર હોય, અમારી જમીન પર અમારા લોકોને મારીને અને તેમણે ધર્મના આધારે નિશાન બનાવીને તમે કયા ધર્મની વાત કરો છો. તમે આઇએસઆઇએસની જેવું કામ કર્યુ છે. અને એ અમે સહન કરી લેવાના નથી.

(4:28 PM IST)