<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

છેલ્લા ચાર દિવસમાં ૫૩૭ પાકિસ્તાની નાગરિકોએ અટારી થઈને ભારત છોડ્યું

રવિવારે 12 શ્રેણીના ટૂંકા ગાળાના વિઝા ધારકો માટે ભારતમાં રોકાણની અંતિમ તારીખ સમાપ્ત થઈ રહી હોવાથી ઘણા વધુ પાકિસ્તાનીઓ સ્વદેશ પાછા ફરે તેવી શક્યતા

નવી દિલ્હી : છેલ્લા ચાર દિવસમાં, નવ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 537 પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારતથી પાકિસ્તાન ગયા છે. રવિવારે 12 શ્રેણીના ટૂંકા ગાળાના વિઝા ધારકો માટે ભારતમાં રોકાણની અંતિમ તારીખ સમાપ્ત થઈ રહી હોવાથી ઘણા વધુ પાકિસ્તાનીઓ સ્વદેશ પાછા ફરે તેવી શક્યતા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા.

(1:13 AM IST)