News of Tuesday, 29th April 2025
'' કારગિલ મેં ભી હરાયા થા,,,,, શિખર ધવનની ધુંવાધાર પોસ્ટ :શાહિદ આફ્રિદીને લગાવી ફટકાર
બેવજાહ કોમેન્ટ પાસ કરને સે અચ્છા હૈ અપને દેશ કી તરક્કી મૈ દિમાગ લગાઓ શાહિદ આફ્રિદી. હમેં હમારી ઇન્ડિયન આર્મી પર બહોત ગર્વ હૈ. ભારત માતા કી જય! જય હિન્દ!'

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અંગે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારે હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને શાહિદ આફ્રિદીને ફટકાર લગાવતા મોટી સલાહ આપી છે.
શિખર ધવને X પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'કારગિલ મેં ભી હરાયા થા, પહેલે સે ઇતના ગીરે હુએ હો ઔર કિતના ગીરોગે, બેવજાહ કોમેન્ટ પાસ કરને સે અચ્છા હૈ અપને દેશ કી તરક્કી મૈ દિમાગ લગાઓ શાહિદ આફ્રિદી. હમેં હમારી ઇન્ડિયન આર્મી પર બહોત ગર્વ હૈ. ભારત માતા કી જય! જય હિન્દ!'
શાહિદ આફ્રિદીએ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને કહ્યું હતું કે, ભારત પોતે જ હુમલો કરવા છે અને પછી પાકિસ્તાન પર દોષ નાખે છે. આટલું જ નહીં આફ્રિદીએ કહ્યું હતું કે, જો ભારતને લાગે છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે તો તેઓ પુરાવો રજૂ કરે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
