તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Tuesday, 29th April 2025
બદ્રીનાથધામ પરિસરમાં વિડીયો કોલીંગ- ફોટોગ્રાફી પ્રતિબંધીતઃ હજારનો દંડ

દેહરાદૂન, તા. ર૯ : ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ લાગુ કરી છે. મંદિર પરિસરમાં વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભક્તો પર ૫૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.ગઇકાલે સોમવારે જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.સંદીપ તિવારીએ પ્રવાસ વ્યવસ્થા અંગે બેઠક યોજી હતી અને તમામ સંબંધિત અધિકારીઓ અને હિતધારકો સાથે ચર્ચા કરી હતી. યાત્રાને વધુ સારી બનાવવા માટે બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધામમાં ભક્તોને કાપડના ચપ્પલ અને જાડા મોજાં પહેરવાની સલાહ આપવામાં આવશે. આ માટે હોટલ માલિકોને કાપડના ચંપલ અને મોજાં આપવા સૂચના આપવામાં આવી છે.
તેમજ મંદિર પરિસરની આસપાસ ચંપલના ઢગલાથી થતી અવ્યવસ્થાને રોકવા માટે સાકેત તિરાહા ખાતે શૂ સ્ટેન્ડ બનાવવામાં આવશે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
