<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પાકિસ્તાનમાં આ અઠવાડિયે તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના, વૈશ્વિક રેકોર્ડ તૂટી શકે છે

મધ્ય અને દક્ષિણ પાકિસ્તાનમાં ગરમીનું મોજું યથાવત, એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો વૈશ્વિક રેકોર્ડ તૂટવાની ભીતિ, હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની સલાહ

ઇસ્લામાબાદ: દક્ષિણ એશિયામાં આ અઠવાડિયે નોંધપાત્ર ગરમી પડવાની સંભાવના છે, જે વૈશ્વિક તાપમાનના રેકોર્ડને પડકારી શકે છે. ગયા સપ્તાહના અંતે મધ્ય અને દક્ષિણ પાકિસ્તાનમાં તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસ (૧૧૮ ડિગ્રી ફેરનહીટ) સુધી વધી ગયું હતું અને હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવાર સુધી તે વધુ વધવાની શક્યતા છે, જે એપ્રિલ મહિનામાં નોંધાયેલા ૫૦ ડિગ્રી સેલ્સિયસ (૧૨૨ ડિગ્રી ફેરનહીટ)ના વૈશ્વિક રેકોર્ડની નજીક પહોંચી શકે છે.
પાકિસ્તાનનું દક્ષિણ શહેર નવાબશાહ એપ્રિલ ૨૦૧૮માં આ જ સ્તરનું આકરી ગરમીનો અનુભવ કરી ચૂક્યું છે અને આ અઠવાડિયે ફરીથી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. પાકિસ્તાન હવામાન વિભાગે ૨૬ થી ૩૦ એપ્રિલ દરમિયાન ગરમીના મોજાની સ્થિતિની આગાહી કરી છે અને જાહેર જનતાને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. કરાચીમાં ૨૨ એપ્રિલના રોજ સ્વયંસેવકો દ્વારા રસ્તા પર પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, જે ગરમીની તીવ્રતા દર્શાવે છે. આ અઠવાડિયે તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવનાને પગલે લોકોએ ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લેવા અત્યંત આવશ્યક છે.

 

(7:07 PM IST)