<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ઉચ્ચ સ્તરીય બેઠક બાદ RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચાની શક્યતા : વડાપ્રધાને સેનાને કાર્યવાહી માટે સંપૂર્ણ છૂટ આપી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે વડાપ્રધાન નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. જોકે, આ મુલાકાતનું સત્તાવાર કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે આ મુલાકાત જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે સંબંધિત હોઈ શકે છે.
આ પહેલાં, મંગળવારે વડાપ્રધાન મોદીએ એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી દીધી છે અને સમય, લક્ષ્ય જાતે નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

બેઠકમાં વડાપ્રધાન મોદીએ લીધેલા નિર્ણયો:
 * સેનાને ઓપરેશન માટે સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
 * સેના નક્કી કરશે કે ક્યારે, ક્યાં અને કેવી રીતે જવાબ આપવો.
 * અમે આતંકવાદને જડબાતોડ જવાબ આપીશું, આ અમારો રાષ્ટ્રીય સંકલ્પ છે.

(9:30 PM IST)