News of Tuesday, 29th April 2025
સ્વીડનમાં હેર સલૂનમાં સામૂહિક ગોળીબાર : ત્રણના મોત : અનેક ઘાયલ
ઉપ્પસાલા શહેરના પૂર્વીય વિસ્તારમાં થયેલી ઘટનાથી ખળભળાટ : પોલીસે હત્યાની તપાસ શરૂ કરી : મોટા વિસ્તારને સીલ કરાયો

ઉપ્પસાલા: સ્વીડનના પૂર્વીય શહેર ઉપ્પસાલામાં મંગળવારે (૨૯ એપ્રિલ) એક હેર સલૂનમાં થયેલા ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે જોરદાર ધડાકા સંભળાયા બાદ અનેક લોકોને એવી ઈજાઓ પહોંચી છે જે ગોળી વાગવાથી થઈ હોય તેવું જણાય છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને ઘણા લોકોના ફોન આવ્યા હતા જેમણે ગોળીબાર જેવા અવાજો સાંભળ્યાની જાણ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, "ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે," અને તેમણે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે.
શહેરના એક મોટા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
