News of Wednesday, 30th April 2025
યુએનના વડાએ વિદેશ મંત્રી જયશંકર સાથે ફોન પર વાત કરી : પહેલગામ હુમલાની નિંદા કરી
તેમણે કાનૂની માધ્યમો દ્વારા જવાબદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી. તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે કહ્યું કે કાયદાકીય માધ્યમો દ્વારા આ હુમલાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી.
નિયમિત પ્રેસ બ્રીફિંગમાં ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, "હું તમને આજે સવારે મહાસચિવ દ્વારા કરવામાં આવેલા કેટલાક ફોન કોલ્સ વિશે માહિતી આપવા માંગુ છું." ગુટેરેસે વિદેશ મંત્રી જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ ફોન પર વાત કરી. મહાસચિવે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે આ હુમલાઓ માટે ન્યાય અને જવાબદારી કાયદાકીય માધ્યમથી સુનિશ્ચિત થવી જોઈએ.
તેમણે કહ્યું કે, ગુટેરેસે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને ભાર મૂક્યો કે કોઈપણ પ્રકારની મુકાબલાની પરિસ્થિતિ ટાળવી મહત્વપૂર્ણ છે કારણ કે તેના ગંભીર પરિણામો આવી શકે છે. જારિકે જણાવ્યું હતું કે, સેક્રેટરી-જનરે તણાવ ઘટાડવાના કોઈપણ પ્રયાસોમાં મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રવક્તા શેરોન બિર્ચે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રના પ્રમુખ ફિલેમોન યાંગ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અંગે ખૂબ ચિંતિત છે. યાંગે જમ્મુ અને કાશ્મીર હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે નાગરિકોને નિશાન બનાવવું કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે અને તેને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. તેમણે બંને દેશોને સંયમ રાખવા અને રાજદ્વારી માધ્યમથી આ વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
