<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુ નવો અધ્યાય આલેખશે :કાલે કરશે મોટી જાહેરાત

સિદ્ધુએ પત્રકારોને અમૃતસરના 110 હોલી સિટી ખાતેના નિવાસસ્થાને આવવાનું આમંત્રણ આપ્યું: સોશિયલ મીડિયા પર કંઈક એવું પોસ્ટ કર્યું જેનાથી અટકળો વધી

પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર કંઈક એવું પોસ્ટ કર્યું જેનાથી અટકળો વધી ગઈ છે. તેમણે લખ્યું કે કાલે (30 એપ્રિલ) તેઓ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ માટે તેમણે પત્રકારોને અમૃતસરના 110 હોલી સિટી ખાતેના પોતાના નિવાસસ્થાને આવવાનું પણ આમંત્રણ આપ્યું

યુઝર્સ તેમની પોસ્ટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું તમે ફરીથી ભાજપમાં જોડાઓ છો? જ્યારે કેટલાક લોકો તેમને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે શું તેઓ કોચિંગ સ્ટાફ તરીકે IPL ટીમમાં જોડાશે. તો વળી કેટલાક કહી રહ્યા છે કે, શું કપિલ શોમાં પરત ફરી રહ્યા છો? .

નવજોત સિંહ સિદ્ધુએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "હું મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે, 30 એપ્રિલે સવારે 11 વાગ્યે મારા ઘર 110 હોલી સિટી ખાતે યોજાશે. બધા પત્રકારોને આમંત્રણ છે.

એક યુઝરે તેમની પોસ્ટ પર પૂછ્યું કે શું તેઓ કોઈ નવી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે? એકે પૂછ્યું કે શું તેઓ ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં? એકે પૂછ્યું કે શું તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે?

 

અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધુ ઘણા સમયથી સક્રિય રાજકારણથી દૂર છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સક્રિય રાજકારણમાં પાછા આવશે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડે લેવાનો છે.

ગયા વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ સિદ્ધુએ પાર્ટી માટે કોઈ રેલી કરી ન હતી. પંજાબમાં યોજાયેલી ચાર પેટાચૂંટણીઓમાં પણ તેઓ પાર્ટી માટે પ્રચાર પ્રસારથી દુર જોવા મળ્યા હતા. 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા.

નોંધનીય છે કે સિદ્ધુએ વર્ષ 2016માં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી, તેઓ વર્ષ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા બાદ તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ બન્યા હતા. 2019 માં, તેમણે મંત્રી પદ છોડી દીધું

 

(12:47 AM IST)