News of Wednesday, 30th April 2025
દુર્લભ સંયોગોમાં અખાત્રીજની ખરીદી માટે ઉત્સાહ
અખાત્રીજના દિવસે સોનું ખરીદવાની પરંપરા.. ગત વર્ષે સોનામાં રોકાણ કરનારાને ૨૭ ટકા રિટર્ન મળ્યું

મુંબઈ,તા.૩૦: હિન્દુ સંસ્કળતિમાં અખાત્રીજ (અક્ષયતળતીયા)ને અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે. એક માન્યતા મુજબ અખાત્રીજના દિવસે કરેલા શુભ કાર્યો, દાન અને ખરીદી કયારેય ઓછા થતા નથી અને સતત વળદ્ધિ પામે છે. જેથી આપણા દેશમાં અખાત્રીજના દિવસે સોનું ખરીદવાની પરંપરા ચાલી આવી છે. ત્યારે આ વર્ષે પણ સોના-ચાંદીના ભાવ વધ્યાં હોવા છતાં શહેરના જવેલર્સને ત્યાં ગ્રાહકો દ્વારા ઇન્કવાયરીઓ શરૂ થઈ હોય સારા વેપારની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે અખાત્રીજના દિવસે આવેલા દુર્લભ સંયોગોમાં મંદીને પણ અવગણી ગ્રાહકોમાં સોના-ચાંદીની ખરીદી માટે ભારે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. જવેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વર્તુળો રોકાણ માટે હાલ સોનાને બેસ્ટ ઓપ્શન માની રહ્યા છે. સોનામાં રોકાણ કર્યા બાદ મૂળ રકમ સાથે વધીને મળતર મળવાનો ઇતિહાસ રહ્યો છે. ગત વર્ષે સોનામાં ૨૭ ટકા રિટર્ન મળ્યું હતુંજયારે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન ૨૨ ટકા રિટર્ન મળ્યું છે.
હાલ વિશ્વભરમાં રાજકીય તણાવ, યુદ્ધની પરિસ્થિતિ, વ્યાજદરની અણધારી સ્થિતિ તેમજ શેરબજારની અસ્થિરતાને કારણે અનિヘતિાનો માહોલ બન્યો છે. ત્યારે હાલના સમયમાં સોનું સેફ હેવન તરીકે ફરી લોકપ્રિય બન્યું રહ્યું છે. ઈન્વેસ્ટની દ્રષ્ટીએ અલગ અલગ પોર્ટફોલિયોમાં રોકાણ કરનારા લોકો સોનાને પ્રાધાન્ય આપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી લાંબા સમય માટે ઈન્વેસ્ટમેન્ટ કરનારા વર્ગમાંથી ૨૫થી ૩૦ ટકા લોકો ગોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે સોનામાં ભાવ વધારો થયો હોવા છતાં રોકાણ માટે પણ અખાત્રીજમાં લોકો સોનું લેશે. એમ જવેલર્સ જણાવી રહ્યા છે.
શુકનની ખરીદી વધારે પ્રમાણમાં થશે
વિશ્વના સૌથી મોટા આયાતકાર દેશોમાં ભારત પણ એક છે. ભારતીય પરિવારોમાં શુભ -સંગ અને તહેવારોમાં સોનાની ખરીદી કરવાની પરંપરા ચાલી આવી છે. પરંતુ આ વખતે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લીધે અખાત્રીજમાં સોના-ચાંદીના બજારમાં ઠંડક રહેવાની ઘણા જવેલર્સે આશંકા વ્યક્ત કરી છે. સોનાના ભાવમાં ખાસો વધારો થવા સાથે હાલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તણાવની સ્થિતિ સોના-ચાંદીના માર્કેટને અસર કરશે. અખાત્રીજમાં અગાઉની જેમ ખરીદી જોવા મળશે નહી. પરંતુ શુકન, ભેટ-સોગાત આપવા તેમજ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સોના-ચાંદીના સિક્કા, લગડી તથા લાઈટવેટ જવેલરી ખરીદી થશે.
અખાત્રીજમાં ધનતેરસની જેમ ખરીદી
દક્ષિણના રાજ્યોની જેમ ગુજરાતમાં પણ અખાત્રીજના દિવસે સોનાની ખરીદીનું મહત્ત્વ વધ્યું છે. સુરત સહિતના ગુજરાતના બીજા શહેરોમાં પણ અખાત્રીજના દિવસે ધનતેરસની જેમ સોના-ચાંદીના દાગીના કે સિક્કાની ખરીદી કરાય છે. જૂન-જુલાઈમાં થનારા લગ્ન માટે અમારા શો-રૂમ પર અખાત્રીજના દિવસે ખરીદી કરવા માટે ૬૦થી ૭૦ લોકો એડવાન્સ બુકિંગ કરી ગયા છે. સોનાનો ભાવ વધી રહ્યો છે, ત્યારે હજી ભાવ વધવાની શકયતાને લીધે ઘણા લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ સોનું ખરીદી છે અને આ ખરીદી માટે તેઓ અખાત્રીજને શુભ દિવસ માને છે. સામાન્ય દિવસોમાં અમારો શો-રૂમ સવારે ૧૧થી રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે. પરંતુ અખાત્રીજના દિવસે શો-રૂમ સવારે ૯ વાગ્યાથી લઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે અને ગ્રાહકો માટે વિશેષ ઓફરના રૂપમાં મજૂરીના દર ફક્ત ૧૦થી ૧૪ ટકા રાખવામાં આવ્યા છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
