News of Wednesday, 30th April 2025
જીએસટી અપીલ દાખલ કરવાની સાથે નાણાં જમા થયા તો જ તેનો સ્વીકાર કરાશે
નાણાં બીજા દિવસે જમા કરાશે તો અપીલ રદ થયેલી ગણાશે : નાણાં જમા કરાવવા મુદ્દે વેપારીઓમાં અનેક અસમંજસને લીધે અટવવાની સ્થિતિ

મુંબઈ,તા.૩૦: વેપારીઓ અપીલ દાખલ કરવાના કિસ્સામાં ફોર્મ પોર્ટલ પર જમા કરાવ્યાના બીજા દિવસે ૧૦ ટકા પ્રમાણે નાણાં જમા કરાવતા હોય છે. આ રીતે નાણાં જમા કરાવવામાં આવે તો જીએસટી પોર્ટલ દ્વારા અપીલ જ ફાઈલ કરવામાં આવતી નહીં હોવાની હકીકતો જાણવા મળી છે. તેના કારણે પોર્ટલ પર અપીલ માટે ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવ્યાની સાથે જ ૧૦ ટકા લેખે રકમ જમા કરાવવામાં આવે તો જ અપીલ દાખલ કરેલી ગણી શકાશે, કારણ કે મોટાભાગના વેપારીઓને આ મુદ્દે અસમંજસની સ્થિતિ હોવાના કારણે પોર્ટલ પર અપીલ દાખલ તો કરી દેવામાં આવે છે, પરંતુ નાણાં બીજા દિવસે જમા કરાવતા હોય છે. તેના લીધે અપીલ દાખલ થતી નથી. તેમજ તે માટેની સમયમર્યાદા પણ વીતી જવાના કારણે વેપારીઓના તો બેઉ બગડયા જેવી સ્થિતિ ઊભી થતી હોવાની હકીકતો જાણવા મળી છે. વેપારીને જીએસટી અધિકારીએ એસેસમેન્ટ દરમિયાન ગણતરી કરીને ટેક્સ, વ્યાજ અને દંડ ભરવા માટે નોટિસ આપી હોય છે. તેમાં વેપારીએ તે રકમ ભરવાના બદલે પૂરતા પુરાવા હોય છે. આ પુરાવાના આધારે અપીલ કરવામાં આવે તો વેપારીએ એક પણ રૂપિયો ભરવાનો થાય નહીં તેવી પણ શકયતાઓ રહેલી છે. જોકે તેના માટે વેપારીને મળેલી નોટિસ અને તેમાં દર્શાવેલી ટેક્સની રકમના ૧૦ ટકા ભરપાઇ કરવામાં આવે તો જ અપીલ દાખલ કરી શકે છે. પરંતુ તેમાં વેપારીએ અપીલની સાથે જ નાણાં જમા કરાવવા કે નહીં તે મુદ્દે અનેક અસમંજસ રહેલી છે. પરંતુ તેમાં અપીલ જે દિવસે દાખલ કરી હોય તે જ દિવસે નાણાં જમા કરાવવામાં આવે તો જ વેપારી દ્વારા કરવામાં આવેલી અપીલને ગ્રાહ્ય રાખવામાં આવતી હોય છે. જ્યારે બીજા દિવસે નાણાં જમા કરાવે તેવા કિસ્સામાં અપીલ રદ થયેલી ગણવામાં આવતી હોય છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
