તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
લાઈવ પર્ફોર્મન્સ માટે શાહરૂખ ખાન સલમાન ખાન કરતા વધારે ફી લે છે
ઓસ્ટ્રેલિયામાં કોન્સર્ટ આયોજકોએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે લોકો શાહરૂખ ખાન માટે દિવાના છે અને તે સલમાન ખાન કરતા વધુ ફી લે છે, જ્યારે કરીના કપૂર ઓસ્ટ્રેલિયામાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓ કરતાં વધુ લોકપ્રિય છે

મુંબઈ, તા.૩૦: ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત, બોલિવૂડ કલાકારો વિદેશમાં શો કરીને પણ પૈસા કમાય છે. કલાકારો તેમના લાઈવ પર્ફોર્મન્સ માટે તગડી ફી વસૂલ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વિદેશમાં લાઈવ પરફોર્મ કરતા કલાકારોમાં સૌથી વધુ ફી કોણ લે છે? તાજેતરમાં, એક મુલાકાતમાં, કોન્સર્ટ આયોજકોએ બોલિવૂડ કલાકારોની લોકપ્રિયતા વિશે વાત કરી. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં શાહરૂખ ખાન સૌથી વધુ ફી વસૂલનારા કલાકારોમાંનો એક છે. જ્યારે કરીના કપૂર દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ કરતાં વધુ લોકપ્રિય છે.
ઓસ્ટ્રેલિયામાં શોના આયોજકો, પેસ ડી અને બિક્રમ સિંહ રંધાવા, સિદ્ધાર્થ કન્નન સાથેની એક મુલાકાતમાં, બોલિવૂડ કલાકારોની લોકપ્રિયતા વિશે વાત કરે છે. તેમણે કહ્યું કે અન્ય દેશોની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ શાહરૂખ ખાન માટે એક અલગ સ્તરનો ક્રેઝ છે. છોકરીઓ અભિનેતાની એક ઝલક મેળવવા માટે પાગલ થઈ જાય છે. અને જ્યારે અભિનેતા પોતાના હાથ ખોલે છે, ત્યારે દેશની અડધી વસ્તી તેની સામે ઝૂકી જાય છે. અહીં આયોજકોએ જણાવ્યું હતું કે શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં તેના લાઇવ પર્ફોર્મન્સ માટે સલમાન ખાન કરતા વધુ ફી લે છે. તે સૌથી લોકપ્રિય અભિનેતા છે.
વધુમાં, આયોજકોએ જણાવ્યું હતું કે દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, કળતિ સેનન અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓની તુલનામાં કરીના કપૂર ઓસ્ટ્રેલિયામાં સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકો તેમને પસંદ કરે છે તે કોલેજના વિદ્યાર્થીઓ નથી પરંતુ એવા લોકો છે જેઓ તેમને વર્ષોથી પસંદ કરે છે. કરીના, ઐશ્વર્યા રાય, પ્રીતિ ઝિન્ટા જેવી અભિનેત્રીઓ તેમના માટે ખાસ છે. જ્યારે કરીના આવે છે ત્યારે લોકો પાગલ થઈ જાય છે. વધુમાં, આયોજકોએ જણાવ્યું હતું કે રણવીર સિંહ કાર્તિક આર્યન કરતા વધુ ફી લે છે. આ અભિનેતાની મોટી ચાહક ફોલોઈંગ છે. (રર.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
