<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

મોંઘવારીનો માર ! મધર ડેરીએ પ્રતિ લિટર રૂ.૨ નો ભાવ વધારો કર્યો

 

નવી દિલ્‍હી તા.૩૦: બુધવાર સવારથી રાજધાની દિલ્‍હી સહિત દેશભરમાં મધર ડેરીના દૂધના ભાવ  વધી ગયા છે. મધર ડેરીના જણાવ્‍યા અનુસાર, દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે, જે આજથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. દૂધના ભાવમાં વધારાને કારણે લોકોના ખિસ્‍સા પર બોજ વધવાનો છે.

દિલ્‍હી-એનસીઆરમાં મધર ડેરીના ટોન્‍ડ (બલ્‍ક વેન્‍ડ) દૂધનો ભાવ પ્રતિ લિટર ૫૪ રૂપિયાથી વધીને ૫૬ રૂપિયા પ્રતિ લિટર થશે. ફુલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર ૬૮ રૂપિયાથી વધીને ૬૯ રૂપિયા થશે. આ સાથે, ટોન્‍ડ દૂધ (પાઉચ) ની કિંમત ૫૬ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૫૭ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્‍યારે ડબલ ટોન્‍ડ દૂધનો ભાવ પ્રતિ લિટર ૪૯ રૂપિયાથી વધારીને ૫૧ રૂપિયા કરવામાં આવ્‍યો છે. ગાયના દૂધનો ભાવ પ્રતિ લિટર ૫૭ રૂપિયાથી વધારીને ૫૯ રૂપિયા કરવામાં આવ્‍યો છે.

(12:14 PM IST)