News of Wednesday, 30th April 2025
પુણેવાસીઓને મોટી ભેટ :સિંહગઢ રોડ ફ્લાયઓવરનું કાલે ડેપ્યુટી સીએમ અજિત પાવરના હસ્તે ઉદ્ઘાટન થશે
સિંહગઢ રોડ ફ્લાયઓવર ખુલવાથી, પુણેની ટ્રાફિક સમસ્યા અમુક હદ સુધી ઓછી થશે.

પુણેના રહેવાસીઓને કાલે એક મોટી ભેટ મળવાની છે. આવતીકાલે ૧ મે, મહારાષ્ટ્ર દિવસના રોજ, પુણેના સિંહગઢ રોડ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા કરવામાં આવશે. સિંહગઢ રોડ ફ્લાયઓવર ખુલવાથી, પુણેની ટ્રાફિક સમસ્યા અમુક હદ સુધી ઓછી થશે.
જોકે, આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન પહેલાથી જ થવાનું હતું. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અનુપસ્થિતિને કારણે વારંવાર વિલંબ થયા બાદ, સિંહગઢ રોડ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન આખરે આવતીકાલે એટલે કે ગુરુવાર, 1 મેના રોજ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા થવાનું છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) દ્વારા ફ્લાયઓવરના ઉદ્ઘાટનની પુષ્ટિ કરવામાં આવી છે.
સિંહગઢ રોડ ફ્લાયઓવર આ 2,100 મીટર લાંબો ફ્લાયઓવર વિઠ્ઠલવાડીથી ફન ટાઈમ મલ્ટિપ્લેક્સ સુધી ફેલાયેલો છે. આ કામ થોડા સમય પહેલા પૂર્ણ થયું છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ગેરહાજરીને કારણે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થઈ શક્યું નહીં.
અગાઉ એવું આયોજન કરવામાં આવ્યું હતું કે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન સીએમ ફડણવીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ મુખ્યમંત્રી ફડણવીસની પુણેની બે દિવસની મુલાકાત છતાં, કાર્યક્રમનું આયોજન થઈ શક્યું નહીં. જોકે, યોગ્ય તારીખ ન મળવાને કારણે, રાજ્ય સરકારે પીએમસીને ડીસીએમ પવારના નેતૃત્વમાં ઉદ્ઘાટન યોજવાનો નિર્દેશ આપ્યો છે.
આ ફ્લાયઓવરના ઉદ્ઘાટન સાથે, નાગરિકોને આશા છે કે આ લાંબા સમયથી પડતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આખરે વ્યસ્ત સિંહગઢ રોડ પર ટ્રાફિક જામ ઘટાડવામાં મદદ કરશે. જેના કારણે તેમને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડશે નહીં. આની મદદથી, તેઓ ઓછા સમયમાં તેમનું અંતર કાપી શકશે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
