<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

UPI પેમેન્ટ કરનારાઓ માટે મહત્વના સમાચાર : નવો નિયમ જાહેર : છેતરપિંડી અને ખોટા ટ્રાન્ઝેક્શન પર લાગશે બ્રેક

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા તમામ UPI એપ્લિકેશન્સને લાભાર્થીનું બેંક ખાતામાં લખેલું નામ દર્શાવવાનો આદેશ : QR કોડ કે કોન્ટેક્ટ લિસ્ટમાં લખેલું નામ માન્ય નહીં રહે

નવી દિલ્હી: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર છે. હવે તમે સરળતાથી અને કોઈ પણ ડર વગર પેમેન્ટ કરી શકશો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આ સંબંધમાં એક પરિપત્ર જાહેર કર્યો છે. આ નવા નિયમથી છેતરપિંડી અને ખોટા ટ્રાન્ઝેક્શનને રોકવામાં મદદ મળશે. NPCI એ તમામ UPI એપ્લિકેશન્સને લાભાર્થીનું બેંક ખાતામાં (Bank Account Name) લખેલું નામ દર્શાવવાનો નિર્દેશ આપ્યો છે.
NPCI દ્વારા આ પગલું ભરવાથી પેમેન્ટ ફ્રોડ અને ખોટા ટ્રાન્ઝેક્શન પર રોક લાગશે. આ માટે NPCI એ તમામ UPI એપ્લિકેશન્સને નિર્દેશો પણ આપી દીધા છે. આ અંગેનો પરિપત્ર 24 એપ્રિલના રોજ જારી કરવામાં આવ્યો હતો અને નવા નિયમને 30 જૂન 2025 સુધીમાં લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હવેથી QR કોડ અથવા કોન્ટેક્ટ લિસ્ટમાં લખેલું નામ માન્ય નહીં રહે.
UPI એક સ્માર્ટફોન એપ્લિકેશન છે જે યુઝર્સને બેંક ખાતા વચ્ચે પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. તે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસિત એક સિંગલ-વિન્ડો મોબાઇલ પેમેન્ટ સિસ્ટમ છે. જ્યારે પણ કોઈ ગ્રાહક ટ્રાન્ઝેક્શન શરૂ કરે છે ત્યારે તે બેંકની વિગતો અથવા અન્ય સંવેદનશીલ માહિતી દાખલ કરવાની જરૂરિયાતને સમાપ્ત કરે છે.

(1:10 PM IST)