News of Wednesday, 30th April 2025
આતંકવાદી હાફિઝ સઈદનું ઠેકાણું મળ્યું : સેટેલાઇટ તસવીરો દ્વારા દેખાયું ઘર
લશ્કર-એ-તૈયબાનો સરગના અને ૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ લાહોરમાં પાકિસ્તાન સરકારની કડક સુરક્ષા હેઠળ રહે છે : ખાનગી બંકરમાંથી પોતાના ઓપરેશન ચલાવે છે

લાહોર: લશ્કર-એ-તૈયબાનો સરગના અને ૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ આજકાલ લાહોરના જોહર ટાઉન વિસ્તારમાં પાકિસ્તાન સરકારની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રહે છે. ટીવી ચેનલ આજ તકના અહેવાલ મુજબ, તેની સુરક્ષા ત્રણ સ્તરોમાં કરવામાં આવી રહી છે અને તેની ખાનગી સુરક્ષા ટીમ ૨૪ કલાક તૈનાત રહે છે.
મીડિયામાં સામે આવેલી તસવીરો અને વીડિયોથી ખુલાસો થયો છે કે હાફિઝ સઈદ એક સુરક્ષિત ઇમારતમાં પોતાના પરિવાર સાથે રહે છે. આ ઇમારતની બરાબર સામે એક ખાનગી પાર્ક પણ આવેલો છે, જેનો ઉપયોગ માત્ર સઈદ અને તેના લોકો જ કરે છે.
ખુફિયા માહિતી અનુસાર, આ જ પરિસરની બિલ્ડિંગ નંબર બેમાં એક મંદિર અને મદરેસા છે, જેની નીચે એક બંકર બનાવવામાં આવ્યું છે. આ જ બંકર હાફિઝ સઈદની સુરક્ષા ટીમનું ઠેકાણું છે અને અહીંથી જ તે પોતાના ઓપરેશન્સને અંજામ આપે છે.
હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર પહેલાથી જ વૈશ્વિક આતંકવાદી જાહેર કરી ચૂક્યું છે. તેનું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેમાં આવેલા મુખ્ય મથકથી સંચાલિત થાય છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, હાફિઝ અને તેનું સંગઠન ભારત, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને અન્ય ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. આ કારણે હાફિઝ સઈદ અને લશ્કર-એ-તૈયબા ભારત માટે સૌથી મોટા સુરક્ષા ખતરા બનેલા છે. એવી પણ અટકળો છે કે ભારત ભવિષ્યમાં પાકિસ્તાનમાં આવેલા આ આતંકવાદી ઠેકાણાઓને સૈન્ય કાર્યવાહીનું નિશાન બનાવી શકે છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
