તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પૈસા કમાવવાનો અદ્દભૂત નુસ્ખો શોધી કાઢયો

વોશીંગ્ટન : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ અમેરીકન મીડીયાએ અહેવાલ આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર દ્વારા ‘એકિઝકયુટીવ બ્રાન્ચ' નામનો એક નવો કલબ સ્થાપવામાં આવેલ છે. જે સભ્યોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક રહેવાની તક આપે છે. આ કલબમાં સામેલ થવા માટે પાંચ લાખ ડોલરનો ખર્ચ આવે છે. આ ૫ લાખ ડોલરની સભ્યપદ ફી ઉપરાંત ડિનર અને ઈવેન્ટનો ખર્ચ જયારે પણ થાય ત્યારે અલગથી ચૂકવવો પડશે. રાષ્ટ્રપતિ સાથે જોડાવાનો આ એક અલગ જ પ્રકારનો રસ્તો છે કે આ પણ ટ્રમ્પના વેપારી મગજની નિપજ છે?
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
