<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

જમ્મુ-કાશ્મીરથી અયોધ્યા સુધીની 1600 કિમીની દોડ 32 દિવસમાં પૂર્ણ કરનાર હરિયાણાના પર્વતારોહી ડો. નરેન્દ્રસિંહ યાદવે સોમનાથથી અયોધ્યા સુધીની 1761 કિલોમીટરની દોડ શરૂ કરી

નરેન્દ્રસિંહે વિશ્વના સાત ખંડોના સૌથી ઊંચા શિખરો પર ભારતનો તિરંગો ફરકાવ્યો હતો : આ યાત્રામાં હેલ્થ વિભાગના ડોક્ટરો અને ફિઝિયો સહિત પાંચ લોકો જોડાયા

ગીર સોમનાથ તા.૩૦

હરિયાણાના પર્વતારોહી ડો. નરેન્દ્રસિંહ યાદવે આજે સોમનાથથી અયોધ્યા સુધીની 1761 કિલોમીટરની દોડ શરૂ કરી છે. રન ફોર રામ ના સ્લોગન સાથે સોમનાથથી અયોધ્યા સુધી 1761 કિમીની દોડ પૂર્ણ કરશે. વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંઘલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ દોડ 36 દિવસમાં પૂર્ણ થશે.

નરેન્દ્રસિંહ દોડશે રોજ 51 કિલોમીટર

નરેન્દ્રસિંહ દરરોજ 51 કિલોમીટરની દોડ પૂર્ણ કરશે. તેઓ ગુજરાત અને મધ્યપ્રદેશ થઈને ઉત્તરપ્રદેશના અયોધ્યા સુધી પહોંચશે. આરએસએસના કાર્યકર એવા નરેન્દ્રસિંહે અગાઉ બે મહત્વપૂર્ણ દોડ પૂર્ણ કરી છે.

 

2021માં હરિયાણાના પર્વતારોહી નરેન્દ્રસિંહએ રામેશ્વરથી અયોધ્યા સુધીની 2911 કિમીની દોડ 47 દિવસમાં પૂર્ણ કરી હતી. 2023માં જમ્મુ-કાશ્મીરથી અયોધ્યા સુધીની 1600 કિમીની દોડ 32 દિવસમાં પૂર્ણ કરી હતી.

વિશ્વના સાત ખંડોના સૌથી ઊંચા શિખો પર ફકાવ્યો છે ભારતનો તિરંગો

નરેન્દ્રસિંહે વિશ્વના સાત ખંડોના સૌથી ઊંચા શિખરો પર ભારતનો તિરંગો ફરકાવ્યો છે. તેમની સાથે આ યાત્રામાં હેલ્થ વિભાગના ડોક્ટરો અને ફિઝિયો સહિત પાંચ લોકો જોડાયેલા રહેશે.

(3:01 PM IST)