News of Wednesday, 30th April 2025
સોનામાં આજે ૩૦૦ રૂા ઘટયા ૧૦ ગ્રામના ભાવ ૯૮,૪૦૦ રૂા.
રાજકોટ, તા.૩૦ બુલીયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં ૩૦૦ રૂાનો ઘટાડો થયો હતો જયારે ચાંદીના ભાવ સ્થિર રહયા છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૩૦૦ રૂા ઘટયા હતા ગઇકાલે સોનું સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૮,૭૦૦ રૂા હતા તે ઘટીને આજે બપોરે ૯૮,૪૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૩૦૦૦ નો ઘટાડો થતા સોનાના (બિસ્કીટ -૧૦ ગ્રામ) ના ભાવ ૯૭,૦૦૦ રૂા હતા તે ઘટીને ૯, ૮૪,૦૦૦ રૂા ની સપાટીએ ભાવજ પહોંચ્યા હતા. જો કે, ચાંદીના ભાવમાં કોઇ વધ-ઘટ ન હતી ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૯૯,૦૦૦ રૂા ની સપાટીએ ઉપર હતા.
આજે અખાત્રીજે સોનાની ખરીદી શુકનવંતી ગણાય છે. પરંતુ સોનાના હાઇએસ્ટ ભાવના કારણે નવા સોનાની ખરીદી દર વર્ષે જોવા મળે છે. તે ચાલુ વર્ષે જોવા મળી નથી, તેમ ઝવેરીબજારનો સુત્રોએ જણાવ્યું હતું. (૩.૧૮)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
