News of Wednesday, 30th April 2025
આતંકવાદી હુમલા બાદ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈ મોદીએ રશિયા મુલાકાત રદ કરી : 9 મેના મોસ્કોમાં વિજય પરેડમાં હાજરી આપશે નહીં
બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર રશિયાના વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે 9 મેના રોજ વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે ભારતના વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું

નવી દિલ્હી તા.૩૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની આગામી રશિયા મુલાકાત રદ કરી છે. તેઓ હવે 9 મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિજય પરેડમાં હાજરી આપશે નહીં. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે આ માહિતી આપી.
જોકે રશિયાએ પીએમ મોદીની મોસ્કો મુલાકાત રદ કરવાનું કારણ આપ્યું નથી. પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર રશિયાના વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે 9 મેના રોજ વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી 1945માં સોવિયેત સેનાએ જર્મની સામે આક્રમક કાર્યવાહી શરૂ કરી હતી. ૯ મેના રોજ કમાન્ડર-ઇન-ચીફે જર્મનીના બિનશરતી શરણાગતિના કાયદા પર હસ્તાક્ષર કર્યા, જેનાથી યુદ્ધનો અંત આવ્યો.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
