News of Wednesday, 30th April 2025
સૌની નજર CCS અને CCPA બેઠક પર : જે બેઠક બાદ સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી તેનું પુનરાવર્તન
એક સપ્તાહમાં બીજીવાર સુપર કેબિનેટની બેઠક : જેમાં સેનાના ત્રણેય પાંખના વડા હાજર

નવી દિલ્હી, તા.૩૦: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ અને નિઃશષા હિન્દુ પ્રવાસીઓ પર થયેલા ક્રૂર હુમલાએ દેશને હચમચાવી દીધો છે. આ હુમલા બાદ કેન્દ્ર સરકાર સંપૂર્ણ સતર્ક સ્થિતિમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક બોલાવી હતી, જેમાં સેનાની ત્રણેય પાંખના વડાઓ સહિત દેશના ટોચના પ્રધાનોએ ભાગ લીધો હતો.
પરંતુ ૩૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ રાજકીય બાબતો પરની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠક યોજાઈ ત્યારે વધુ મોટો હલચલ મચી ગઈ પ્ર એક એવી બેઠક જે છેલ્લા છ વર્ષથી થઈ ન હતી. છેલ્લી વખત આ સુપર કેબિનેટ ૨૦૧૯ ના પુલવામા હુમલા પછી સક્રિય થયું હતું, જેના થોડા સમય પછી ભારતે બાલાકોટમાં હવાઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ વખતે પણ પરિસ્થિતિ એટલી જ ગંભીર છે, અને પાકિસ્તાન તરફથી ‘ભારત આગામી ૨૪ થી ૩૬ કલાકમાં હુમલો કરી શકે છે' તેવા નિવેદને પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે.
CCPA એટલે કે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિને ઘણીવાર ‘સુપર કેબિનેટ' કહેવામાં આવે છે કારણ કે તે દેશની આંતરિક અને બાહ્ય નીતિને લગતા ગંભીર રાજકીય, આર્થિક અને સુરક્ષા બાબતો પર નિર્ણયો લેવામાં સક્ષમ છે. આ સમિતિ માત્ર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન બનાવવાનું કામ કરતી નથી, પરંતુ વિદેશ નીતિ, આર્થિક દિશા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો પણ લે છે.
આ બેઠકની અધ્યક્ષતા ખુદ વડાપ્રધાન કરે છે અને તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગળહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને અન્ય વરિષ્ઠ પ્રધાનો શામેલ હોય છે.
ઇતિહાસ દર્શાવે છે કે CCPA બેઠકો ફક્ત ચર્ચા માટે નથી - તે નિર્ણયો માટે જમીન તૈયાર કરે છે. પુલવામા હુમલા પછી યોજાયેલી બેઠકમાં જ પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) દરજ્જો પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પછી વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
હવે જ્યારે પહેલગામમાં નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે અને CCPA ફરીથી સક્રિય થઈ ગયું છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે પ્રશ્ન શું બીજા નિર્ણાયક પગલાની તૈયારી ચાલી રહી છે?
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
