<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડામાં રહસ્‍યમય મોત

વંશિકાએ છેલ્લે ૨૨ એપ્રિલના રોજ પરિવાર સાથે ફોન પર વાત કરી હતી, ત્‍યારબાદ તે ગુમ થઈ ગઈ હતી

ઓટાવા, તા.૩૦: કેનેડાના ઓટાવામાં અભ્‍યાસ કરતી પંજાબ મોહાલીના ડેરાબસ્‍સીના આપ નેતા દવિંદર સૈનીની ૨૧ વર્ષીય પુત્રી વંશિકા તાજેતરમાં ગુમ થઈ ગઈ હતી. હવે, બે દિવસ પછી, તેનો મળતદેહ તેની કોલેજ નજીકના દરિયા કિનારેથી મળી આવ્‍યો. પોલીસે મળતદેહને પોતાના કબજામાં લઈ લીધો છે અને તેના રહસ્‍યમય મળત્‍યુની તપાસ શરૂ કરી દીધી છે પરંતુ મળત્‍યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વંશિકા કેનેડાના ઓટાવામાં અભ્‍યાસ કરતી હતી અને ભાડાના ઘરમાં રહેતી હતી. વંશિકાના પિતા દવિંદર સૈનીના જણાવ્‍યા અનુસાર વંશિકાએ છેલ્લે ૨૨ એપ્રિલના રોજ પરિવાર સાથે ફોન પર વાત કરી હતી, ત્‍યારબાદ તે ગુમ થઈ ગઈ હતી. તેની મિત્રએ વંશિકાના ગુમ થવાની પરિવારને જાણ કરી હતી.

બીજા દિવસે તેની રૂમ પાર્ટનરનો ફોન આવ્‍યો કે વંશિકા રૂમમાં પાછી ફરી નથી અને તેનો સેલ ફોન પણ સ્‍વિચ ઓફ છે અને બે દિવસ પછી કોલેજ નજીકના બીચ પરથી તેનો મળતદેહ મળી આવ્‍યો હતો.

વંશિકા ભારતમાં ૧૨ ધોરણમાં નોન મેડિકલ કરીને બે વર્ષ પહેલા અભ્‍યાસ માટે કેનેડા ગઈ હતી,

(3:45 PM IST)