<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

વોશિંગ્‍ટનમાં ભારતીય ટેક સીઈઓએ પત્‍ની અને પુત્રની હત્‍યા બાદ જીવ આપી દીધોઃ હૈયું હચમચાવતી ઘટના

વોશિંગ્‍ટન, યુએસએ : અમેરિકાના વોશિંગ્‍ટન રાજ્‍યના સિયાટલમાં એક ભારતીય મૂળના ટેક કંપનીના સીઈઓએ તેમની પત્‍ની અને પુત્રની ગોળી મારી હત્‍યા કર્યા બાદ પોતે પણ આત્‍મહત્‍યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર, આ ઘટના મૈસૂરના એક ઉદ્યોગપતિ હર્ષ કિક્કેરી સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્‍યું છે, જેમણે આ દુઃખદ કળત્‍ય આચર્યું હતું.

આ ઘટના ૨૯ એપ્રિલના રોજ બની હતી. સ્‍થાનિક પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ઘટના હત્‍યા-આત્‍મહત્‍યા તરીકે નોંધાઈ છે. પોલીસે ઘટનાસ્‍થળે તપાસ શરૂ કરી છે, પરંતુ આ કળત્‍ય પાછળનું ચોક્કસ કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી.

પ્રારંભિક તપાસમાં આર્થિક તાણ, કૌટુંબિક વિવાદ અથવા માનસિક સ્‍વાસ્‍થ્‍યની સમસ્‍યાઓ જેવા પરિબળોની શકયતા તપાસવામાં આવી રહી છે.

આ ઘટનાએ ભારતીય સમુદાય અને ટેક ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, અને આ ઘટના અંગે સત્તાવાર નિવેદન ટૂંક સમયમાં જારી થવાની અપેક્ષા છે.

(3:56 PM IST)