હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 30th April 2025
ચીનના રેસ્ટોરન્ટમાં લાગેલ આગમાં ૨૨ જીવતા સળગી મર્યા

લીયા સોપાંગ, ચીનઃ ચીનના લીયા સોપાંગ શહેરમાં એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભયંકર આગની ઘટનામાં ૨૨ લોકોના જીવતા સળગી જતા મળત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના ચીનના ઉત્તર-પૂર્વીય ઝિલિન પપ્રાંતમાં બની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આગ રેસ્ટોરન્ટના રસોડામાંથી શરૂ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે ઝડપથી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. આગની લપેટો એટલી તીવ્ર હતી કે રેસ્ટોરન્ટમાં હાજર ગ્રાહકો અને કર્મચારીઓને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહીં.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
