<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજધાનીમાં ઝડપી બની કાર્યવાહી, પીએમ મોદી પછી ગૃહમંત્રી અમિત શાહે બોલાવી મહત્વપૂર્ણ બેઠક, સિંધુ જળ અવરોધ પર ચર્ચા થશે

ગઈકાલે પીએમ નિવાસસ્થાને ત્વરિત બેઠક બાદ આજે ફરીથી સીસીએસ અને સીસીપીએની બેઠક યોજાઈ: હવે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાત્રે 8 વાગ્યે ગૃહમંત્રાલયમાં બેઠક યોજાશે. : જેમાં સિંધુ જળ સંધિ પર ચર્ચા થશે.

30 એપ્રિલ 2025: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી બેઠક બોલાવી છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી બેઠક બોલાવી છે. ગઈકાલે પીએમ નિવાસસ્થાને ઝડપી બેઠક બાદ આજે ફરીથી સીસીએસ અને સીસીપીએની બેઠક યોજાઈ હતી. અને હવે ગૃહમંત્રી અમિત શાહ બેઠક બોલાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ બેઠક રાત્રે 8 વાગ્યે યોજાશે.

ગૃહમંત્રાલયમાં યોજાનારી આ બેઠકમાં સિંધુ જળ સંધિ પર ચર્ચા થશે.

 

(5:48 PM IST)