News of Wednesday, 30th April 2025
આંધ્રપ્રદેશમાં ભયંકર અકસ્માત : કાર ધડાકાભેર ઘર સાથે અથડાઈ :5 વિદ્યાર્થીઓ અને દુકાનદારનું મોત
કાર ઓવર સ્પીડે ચાલતી હોવાથી કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના પોથિરેડ્ડીપાલેમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક પૂરપાટ ઝડપે કારે કાબુ ગુમાવ્યો અને એક ઘર સાથે અથડાઈ. મૃતકોમાંથી 5 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા, જ્યારે નજીકની દુકાનમાં રહેતો એક અન્ય વ્યક્તિનું અકસ્માતમા મોત નીપજ્યું છે.
અકસ્માતની ઘટનાને લઇ પોથિરેડ્ડીપાલેમ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, કાર ઓવર સ્પીડે ચાલતી હોવાથી કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલી ગંભીર હતો કે કારમાં મુસાફરી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક દુકાનદાર પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના નાંગુનેરી શહેરમાં બે કાર વચ્ચે સામસામે ટક્કરમાં એક બાળક અને બે મહિલાઓ સહિત 6 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. નેલ્લોર-નાગરકોઇલ ચાર-માર્ગી રોડ પર એક કારના ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો, જેના કારણે કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ અને ખોટી દિશામાં જતી રહી. આ દરમિયાન, કાર નાગરકોઇલ તરફથી આવી રહેલી બીજી કાર સાથે અથડાઈ. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ત્રણ લોકોને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
