<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

સાઉદી અરેબિયાએ રાજદ્વારી માધ્યમથી વિવાદોનો ઉકેલ લાવવા ભારત અને પાકિસ્તાનને હાકલ કરી

પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ પોતાની ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી :પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સાઉદીએ બંને દેશોને ભવિષ્યમાં તણાવ ઓછો કરવાની અપીલ કરી છે.

   સાઉદી અરેબિયાએ સરહદ પર પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ પર ઊંડી વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને સરહદી વિસ્તારોમાં સતત ગોળીબાર પર ચિંતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે બંને દેશોને તણાવ ઓછો કરવા, વધુ તણાવ ટાળવા અને રાજદ્વારી માધ્યમથી વિવાદોનો ઉકેલ લાવવા હાકલ કરી છે.

     સાઉદી વિદેશ મંત્રાલયે એક ટ્વિટમાં ભારત-પાકિસ્તાનને સારા પડોશીના સિદ્ધાંતોને જાળવી રાખીને સ્થિરતા અને શાંતિ તરફ કામ કરવા વિનંતી કરી છે જેથી બંને દેશો અને પ્રદેશના લોકોના હિતોને પૂર્ણ કરી શકાય. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયા એક ઇસ્લામિક દેશ છે, પરંતુ ભારત સાથે તેના સંબંધો પાકિસ્તાન કરતા અનેક ગણા મજબૂત છે. પીએમ મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ મૈત્રીપૂર્ણ સંબંધો છે. પીએમ મોદીની વિનંતી પર, સાઉદી અરેબિયામાં સૌથી મોટું હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે.

(9:28 PM IST)