<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૬૧ :‘‘જેમ જળમાં લહેરો ઉઠે છે અને અગ્નિથી લપટો, એવી જ રીતે સર્વવ્‍યાપક આપણાથી લહેરાય છે''

આપણે જાગતિક સાગરમાં લહેર માત્ર છીએ. આના ઉપર ધ્‍યાન કરો એ ભાવને પોતાના ભીતર ધણે ઉંડે ઉતરવા દો. પોતાના શ્વાસને ઉંચે ઉઠતી  લહેરની જેમ મહેસુસ કરવી શરૂ કરો. તેમ શ્વાસ લો છો અને તમે શ્વાસ છોડો છો. જે શ્વાસ હમણા તમારા ભીતર જઇ રહ્યો છે તે એક ક્ષણ પહેલા બીજાનો શ્વાસ હતો અને જે શ્વાસ હમણા તમારામાંથી બહાર જઇ રહ્યો છે તે બીજી ક્ષણે કોઇ બીજાનો શ્વાસ થઇ જશે શ્વાસ લેવો જીવનના સાગરમાં લહેરોના ઉઠવા પડવા જેવો છે. તમે જુદા નથી, બસ લહેર છો. ઉંડાણમાં તમે એક છો. આપણે બધા એકઠા  છીએ. સંયુકત છીએ, જોડાયેલા છીએ. અલગતા જુઠ્ઠી છે. તે ભાસે તો છે પરંતુ સત્‍ય નથી. સત્‍ય તો અખંડ છે, સાગર છે. અદ્વૈત છે. આ વિધિને તમે ઘણી રીતે ઉપયોગમાં લાવી શકો છો. જયારે શ્વાસ લો છો ત્‍યારે ભાવ કરો કે સાગર જ તમારા ભીતર શ્વાસ લઇ રહ્યો છે, સાગર જ તમારા ભીત આવે છે અને બહાર જાય છે, આવતો-જતો રહે છે. દરેક શ્વાસસાથે મહેસુસ કરો કે લહેર ઉઠી રહી છે, દરેક શ્વાસ સાથે મહેસુસ કરો કે લહેર મટી રહી છે. અને બંનેની વચ્‍ચે તમે કોણ છો? બસ એક શૂન્‍ય ખાલીપણું આ શૂનયતાના ભાવની સાથે તમે રૂપાંતરિત થઇ જશો. એ ખાલીપણાના ભાવની સાથે તમારા બધા દુઃખ વિલીન થઇ જશે કારણ કે  દુઃખના હોવા માટે કોઇ કેન્‍દ્રની જરૂરત છે - તે પણ જુઠ્ઠા કેન્‍દ્રની શૂન્‍ય જ તમારૂ અસલી કેન્‍દ્ર છે. તે શૂન્‍યમાં દુઃખ નથી એ શૂન્‍યમાં તમે ગહન વિશ્રામમાં હોવ છો. એમ નહિ કે તમે આનંદપૂર્ણ થાઓ છો પણ ફકત આનંદ જ હોય છે. તમારા વગર  શું તમે દુઃખ ઉભુ કરી શકો છો? 

 સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:56 AM IST)