<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

અટારી બોર્ડર પર બે બહેનોને પાકિસ્તાન જતા અટકાવાઈ :ભારતીય પાસપોર્ટ બન્યો અવરોધ

નબીલા અને શર્મીનના લગ્ન પાકિસ્તાનમાં થયા હતા:બન્ને બહેનો તેમની બીમાર માતાને મળવા ભારત આવી હતી

 અમૃતસર: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવે વધુ એક પરિવારને અલગ થવાની અણી પર લાવી દીધો છે. ઉત્તર પ્રદેશના રહેવાસી મોહમ્મદ શારિક તેની બે બહેનો, નબીલા રાજ અને શર્મીન સાથે અટારી-વાઘા બોર્ડર પર પહોંચ્યા, જેથી તેઓ પાકિસ્તાન પાછા ફરી શકે. પરંતુ, બંને પાસે ભારતીય પાસપોર્ટ હોવાથી, તેમને સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. નબીલા અને શર્મીનના લગ્ન પાકિસ્તાનમાં થયા હતા, એક ૧૮ વર્ષ પહેલાં અને બીજા ૧૨ વર્ષ પહેલાં. બંને બહેનો તેમની બીમાર માતાને મળવા ભારત આવી હતી. પરંતુ હવે જ્યારે તેને પાકિસ્તાન પાછા ફરવાનું છે, ત્યારે ભારતીય પાસપોર્ટ તેના માર્ગમાં આવી રહ્યો છે.


 

(12:29 AM IST)