News of Friday, 2nd May 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે

* ભાવનગરના વલ્લભીપુર અમદાવાદ હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, કાનપર પાસેના બનાવામાં એક જ કુટુંબના ત્રણ લોકોના મોત
* નરેન્દ્રભાઈ, કેરળ અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે, આજે કેરળના વિઝિનજમ ખાતે આંતરરાષ્ટ્રીય બંદરના પરિચાલન ભવન અને નિયંત્રણ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરશે
* કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક આજે સાંજે ૪ વાગ્યે દિલ્હી ખાતે મળી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આગામી રાજકીય રણનીતિ, સંગઠનાત્મક મજબૂતી અને લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોની સમીક્ષા કરશે. ખડગે અને સોનિયાજી, રાહુલ ગાંધી હાજરી આપશે.
*પાકિસ્તાની જમ્મુ કાશ્મીરની સરહદે સતત આઠમા દિવસે આજે યુદ્ધ વિરામનો ભંગ કરી ગોળીબારો કર્યા છે. ભારતે જોરદાર જવાબ આપ્યો
* દિલ્હીમાં મેગા સફાઈ અભિયાનનો પ્રારંભ. દિલ્હીની ભાજપ સરકાર અને મ્યુનિ. કોર્પો. દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો નાગરિકો, સ્વયંસેવકો અને સરકારી અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે
* દિલ્હીમાં ભારે વરસાદ અને તોફાની પવનનું તાંડવ, ૧૦૦ ફલાઈટ મોડી પડી, ૪ મોત
* પાટણમાં મહિલાઓ સહિત ૩૨ શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયા
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
