News of Friday, 2nd May 2025
પોસ્ટ ઓફિસમાં ડિજિટલ એકાઉન્ટ ખોલાવવાની સુવિધા શરૂ
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની મદદથી માસિક આવક યોજના, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઇશ્યૂ કરાવી શકાશે

નવી દિલ્હી તા.૨: પહેલી મે ૨૦૨૫થી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની મદદથી પોસ્ટ ઓફિસમાં માસિક આવક યોજના, ટાઈમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઇશ્યૂ કરાવી શકાશે. આમ પોસ્ટ ઓફિસમાં ગયા વિના જ ડિજિટલ એકાઉન્ટ ખૂલી શકશે. આ સાથે જ પોસ્ટ ઓફિસમાં જવાની જફામાંથી મુક્તિ મળશે.
૨૩મી એપ્રિલ ૨૦૨૫થી માત્ર આધારકાર્ડ આધારિત ઈ-કેવાયસી મેળવવાની સિસ્ટમ ચાલુ કરી હતી. હવે તેને આધારે પોસ્ટ ઓફિસમાં જુદાં જુદાં ખાતાઓ ખોલાવવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. બચત ખાતા ખોલાવા માટે આધારકાર્ડ આધારિત સિસ્ટમ આ અગાઉ જ દાખલ કરવામાં આવી હતી. આ વ્યવસ્થાનાં કસ્ટમર ઇન્ડોર્મેસન ફાઈલ-સીઆઈએફ પણ જનરેટ થઈ જશે. તેની મદદથી પોસ્ટ ઓફિસમાં વ્યક્તિગત બચત ખાતા પણ ખોલાવી શકાશે.સંદેશા વ્યવહાર ખાતાં હેઠળ સક્રિય ટપાલ વિભાગે ૩૦મી એપ્રિલે એક પરિપત્ર કરીને જણાવ્યું હતું કે આધારકાર્ડ આધારિત ઈ-કેવાયસીની પ્રક્રિયાને અનુસરીને માસિક આવક યોજના, ટાઈમ ડિપોઝિટ સ્કીમ, કિસાન વિકાસ પત્ર સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ-૮ સ્કીમના ખાતાઓ ખોલાવી શકાશે. આ સિસ્ટમ હેઠળ પુત્ર વયના વ્યક્તિ માટે ખાતા ખોલાવી શકાશે. પરંપરાગત પદ્ધતિમાં જુદી જુદી ડિપોઝિટ્સની રિસિપ્ટ ઈશ્યૂ કરી આપવામાં આવતી હતી. ફિઝિકલ અધિકારી બ્લેકઆઉટ કરી દેશે. આધારકાર્ડ પર માસ્ક આવી જાય તેવી સિસ્ટમ છે. પોસ્ટ વિભાગના ઉપરી અધિકારીઓએ આ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. ખાતુ બંધ કરાવવા માટે પણ આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિક્સની જરૂર પડશે. આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિક્સ કઈ રીતે કામ કરશે
પોસ્ટઓફિસના કાઉન્ટર પર બેઠેલો પોસ્ટલ આસિસ્ટન્ટ નિર્ધારિત કરેલી ડિજિટલ સિસ્ટમમાં એકાઉન્ટ ખોલવાની શરૂઆત કરશે. ત્યારબાદ ખાતું ખોલાવવા આવનાર વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા એટલે કે ફિંગર પ્રિન્ટ અને આંખની ઈમેજ લેવામાં આવશે. આધારકાર્ડ આધારિત બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવા માટેની મંજૂરી મેળવવા માટે જ બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ ઈ-કેવાયસી લઈ લેવા માટે આધારકાર્ડની વિગતો લેવામાં આવશે. એકવાર અનુમતી મળી જાય તે પછી પોસ્ટલ આસિસ્ટન્ટ એકાઉન્ટમાં જરૂરી વિગતોનો ઉમેરો કરશે. તેમાં વ્યક્તિનું નામ, સ્કીમનો પ્રકાર, ડિપોઝિટની રકમનો સમાવેશ થાય છે. આ વિગતો ફાઈનલ કરતાં પહેલા ખાતાધારકની ફિન્ગરપ્રિન્ટ લેવામાં આવશે. આ રીતે ડિજિટલ એકાઉન્ટ ઓપનિંગની સમગ્ર પ્રક્રિયા પૂરી થશે. ખાતેદારોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ આખી સ્લિપ તો ઓનલાઈન ભરવાની જ આવશે. સ્વરૂપમાં આ રિસિપ્ટ આપવામાં આવી હતી.આ સિસ્ટમમાં ખાતેદારનો આધાર નંબર કોઈપણ જાણી શકશે નહિ. ખાતેદાર ડિજિટલ આધારકાર્ડ આધારિત કે પછી કાગળ આધારિત એકાઉન્ટ ઓપનિંગનું આયોજન કરી શકશે. ડિજિટલ આધારકાર્ડના આઠ આકડાંઓ સિસ્ટમ સાથે જોડાયેલો પોસ્ટ વિભાગનો બાયોમેટ્રિક આપ્યા પછી પણ જે તે વ્યક્તિના ખાતામાં જ તે રકમ જમા કરાવવામાં આવશે. આધારકાર્ડ આધારિત નોમિનેશનમાં પણ ફેરફાર કરી શકાશે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની સિસ્ટમ વિકસાવવાની પ્રક્રિયા ચાલુ છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ કરી દેવામાં આવશે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
