<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી કોંગ્રેસી નેતા ગિરિજા વ્‍યાસનું નિધન

ઉદયપુર તા.૨:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ગિરિજા વ્‍યાસનું અમદાવાદની હોસ્‍પિટલમાં નિધન થયું છે. તેઓ ૩૧ માર્ચે પોતાના ઘરે આરતી કરતી વખતે દાઝી ગયા હતા. એ પછી તેમને દાખલ કરાયા હતા. જોકે ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ ૭૯ વર્ષના હતા. ગિરિજા વ્‍યાસના ભાઇ ગોપાલ શર્માએ આ અંગેની માહિતી આપી હતી. તેમનો અંતિમ સંસ્‍કાર ઉદયપુરમાં કરવામાં આવશે. ગિરિજા વ્‍યાસ કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ રાજસ્‍થાન અને કેન્‍દ્રસરકારોમાં મંત્રી તરીકેના હોદા સંભાળી ચૂકયા છે. તેઓ -દેશ કોંગ્રેસ કમિટીના વડા પણ રહી ચૂકયા છે. ગિરિજા વ્‍યાસે નેશનલ કમીશન ફોર વુમન (એનસીડબ્‍લ્‍યુ)ના પ્રમુખ તરીકેની પણ જવાબદારી અદા કરી હતી.

(1:25 PM IST)