News of Friday, 2nd May 2025
પાકિસ્તાન છેલ્લા પાટલેઃ પોતાના નાગરિકોને અપનાવવા ઈન્કાર
પાકિસ્તાને શરમ નેવે મુકીઃ અટારી-વાઘા બોર્ડર બંધ કરી દીધીઃ ૭૦ પાકિસ્તાની નાગરિક સરહદે મોડે સુધી દરવાજા ખુલવાની રાહ જોતા રહ્યાં પણ નડારા પાકિસ્તાને પોતાના લોકોને આવવા ન દીધા : પાક રેન્જર્સે ગેટ ન ખોલતા ભારતીય નાગરિક પણ સરહદ પાર કરી ન શક્યાઃ બંને તરફ લોકો ફસાઈ ગયાઃ ભયનો માહોલ

નવી દિલ્હી,તા.૦૨: પાકિસ્તાને સતત આઠમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર સતત આઠમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ૦૧ અને ૦૨ મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંચ, નૌશેરા અને અખનૂર વિસ્તારોની સામે નિયંત્રણ રેખા પરની ચોકીઓ પરથી ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર કર્યો. ભારતીય સેનાનાએ પાકિસ્તાનના આ નાપાક કળત્ય સામે જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પહેલા, ૩૦ એપ્રિલ અને ૦૧ મેની રાત્રે, જમ્મુ અને કાશ્મીરમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાની ચોકીઓએ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની કાર્યવાહી બાદ, ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.
અગાઉ છઠ્ઠી અને પાંચમી રાત્રે, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. ૨૮-૨૯ એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ કુપવાડા અને બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો હતો.
ચોથી રાત્રે પણ પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ગોળીબાર કર્યો હતો. ૨૭-૨૮ એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા અને પૂંચ જિલ્લાના વિસ્તારોમાં કોઈપણ ઉશ્કેરણી વિના નિયંત્રણ રેખા પારથી નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. જેનો ભારતીય સેનાએ અસરકારક જવાબ આપ્યો હતો.
પહેલગામ હુમલા પછી, સરહદ પારના સંબંધોને ધ્યાનમાં રાખીને, ભારતે ગયા બુધવારે અનેક દંડાત્મક પગલાંની જાહેરાત કરી હતી, જેમાં ૬૫ વર્ષ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી ભૂમિ સરહદ ક્રોસિંગ બંધ કરવી અને પાકિસ્તાની લશ્કરી એટેચીને હાંકી કાઢવાનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીએ અટારી સરહદથી દેશમાં પ્રવેશતા તમામ પાકિસ્તાનીઓને ૧ મે સુધીમાં દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો છે. તેના જવાબમાં, પાકિસ્તાને ગુરુવારે તમામ ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની અને ત્રીજા દેશો સહિત નવી દિલ્હી સાથે વેપાર સ્થગિત કરવાની જાહેરાત કરી.(૪૦.૧૭)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
