News of Friday, 2nd May 2025
ભારતમાં કઈ જાતિના લોકો છે સૌથી વધારે ?
વર્ષ ૨૦૧૧ માં જ્યારે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે ૪૬ લાખ જાતિઓ જાહેર થઈ હતી

નવી દિલ્હી તા.રઃ હાલમાં, કેન્દ્રની મોદી સરકારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રએ વિરોધ પક્ષ દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી માંગણીને લીલી ઝંડી આપી દીધી છે. એક તરફ, આનાથી સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે, તો બીજી તરફ વિપક્ષ તેને પોતાની મોટી જીત તરીકે જોઈ રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે, કોંગ્રેસ અને સપા લાંબા સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે, જેના પર કેન્દ્રએ હવે નિર્ણય લીધો છે. એવી અપેક્ષા છે કે, વસ્તી ગણતરી આ વર્ષે શરૂ થઈ શકે છે અને ૨૦૨૬ સુધી ચાલુ રહી શકે છે. પરંતુ વસ્તી ગણતરી પહેલા, ચાલો જાણીએ કે, દેશમાં કઈ જાતિની વસ્તી સૌથી વધુ રહે છે.
જાતિગત વસ્તી ગણતરીનો સાદો અર્થ એ છે કે, દેશમાં કઈ જાતિના કેટલા લોકો રહે છે તેનો સ્પષ્ટ ડેટા રાખવો. જોકે દેશમાં અગાઉ પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ચૂકી છે, પરંતુ તે સમયે તેમાં OBCનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. એટલા માટે જ્યારે પણ જાતિ વસ્તી ગણતરીની વાત કરવામાં આવે છે, ત્યારે % નો ઉલ્લેખ પહેલા થાય છે. આ વખતે, જાતિ આધારિત વસ્તી ગણતરી પણ બ્ગ્ઘ્ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
વર્ષ ૨૦૧૧માં જ્યારે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે ૪૬ લાખ જાતિઓ જાહેર થઈ હતી. એવું માનવામાં આવે છે કે, દેશમાં અન્ય પછાત વર્ગો (OBC) ની સંખ્યા સૌથી વધુ છે. ૧૯૩૧માં થયેલી વસ્તી ગણતરીમાં પછાત જાતિઓની વસ્તી ૫૨%થી વધુ હતી. હકીકતમાં, જ્યારે દેશમાં મંડલ કમિશન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, દેશમાં OBC શ્રેણી ૫૨% છે. વીપી સરકારે ૫૨%નો જે આંકડો કાઢયો હતો, તે ૧૯૩૧ની વસ્તી ગણતરી પર આધારિત હતો. જોકે, આ આંકડો ત્યારે જ સાચો ગણી શકાય, જ્યારે ફરીથી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે.
જાતિગત વસ્તી ગણતરીને ટેકો આપનારાઓ માને છે કે, ફક્ત વસ્તી ગણતરીથી જ જાતિનો ખ્યાલ આવશે. વસ્તી ગણતરી પછી જ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ વિશે સ્પષ્ટતા થાય છે. આ પછી જ, OBC જાતિઓ તેમની ઇચ્છા મુજબ સરકાર પાસેથી વસ્તુઓની માંગણી કરી શકે છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
