<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

"યુદ્ધથી દૂર રહો, નહીં તો...": પહલગામ હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી પન્નુનું ધમકીભર્યું નિવેદન

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ શીખ સૈનિકોને ભારત-પાક યુદ્ધમાં સામેલ ન થવા ઉશ્કેર્યા : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો ભારતીય સેનાના શીખ જવાનોએ ભાગ ન લેવા અપીલ

નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ દરમિયાન, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ શીખ સૈનિકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે તો ભારતીય સેનામાં સામેલ શીખ જવાનોએ તેમાં ભાગ ન લેવો જોઈએ. ડોનના અહેવાલ મુજબ, પન્નુએ એક વીડિયો સંદેશમાં કહ્યું, 'જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે, તો તે ભારત અને પીએમ મોદી માટે અંતિમ યુદ્ધ હશે. ભારતીય પક્ષના પંજાબી પાકિસ્તાની સેના માટે લંગર પીરસશે.'
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાને જવાબી કાર્યવાહી માટે સમય, સ્થળ અને રીત નક્કી કરવાની સંપૂર્ણ છૂટ આપી દીધી છે. આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ શીખ સૈનિકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે અપીલ કરી છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શીખ સૈનિકોએ તેમાં સામેલ ન થવું જોઈએ. પન્નુના આવા દાવા સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક છે.
નોંધનીય છે કે પહલગામ હુમલાની શરૂઆતમાં જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી. પરંતુ જ્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારી તેજ કરી દીધી, તો સંગઠન પોતાના નિવેદનથી પાછળ હટી ગયું અને હુમલામાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો.

 

(11:54 AM IST)