News of Friday, 2nd May 2025
ટ્રમ્પના પ્રતિબંધોથી ઇરાન લાલઘુમઃ બન્ને દેશો વચ્ચે રોમમાં થનારી બેઠક કેન્સલ
આર્થિક આતંકવાદ ફેલાવવાના પ્રયાસમાં છે અમેરિકા

નવી દિલ્હીઃ ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઇસ્માઇલ બાધેઇએ તહેરાન સાથે વિભાજન ક્ષેત્રોમાં સહયોગ કરવાના બહાને ઇરાન અને અન્ય દેશોના વ્યકિતઓ અને સંસ્થાઓ પર નવા અમેરીકન પ્રતિબંધોની કડક ટીકા કરી છે અને ેને આર્થીક આતંકવાદના અમેરીકન પ્રયાસોના સ્પષ્ટ સંકેત જણાવ્યા છે.
બાધેઇએ ગુરૂવારે એક સ્ટેટમેન્ટમાં કહયું છે કે છેલ્લ કેટલાક દિવસોમાં લગાવાયેલ પ્રતિબંધો અમેરીકન નીતી ઘડવૈયાઓના કાયદો તોડવા અને અન્ય દેશોના અધિકારો અને હિતોના ઉલ્લ઼ઘન પર ભાર મુકવાની સાથે સાથે આર્થિક આતંકવાદના માધ્યમની વિકાસશીલ દેશો વચ્ચે મૈત્રી પુર્ણ અને કાનુની સબંધોને અવરોધવાના તેમના પ્રયાસોના સ્પષ્ટ સંકેત છે.
તેમણે કહયું કે આ અમેરીકન નીતી નીર્માતાઓના વિરોધાભાષી દ્રષ્ટિકોણ અને કુટનીતીના માર્ગને આગળ વધારવામાં સદભાવના અને ગંભીરતાની કમીનું વધુ એક સ્પષ્ટ પ્રમાણ છે.
અમેરીકાએ બુધવારે કહયું હતુ કે તે ઇરાનની બહાર આવેલ પાંચ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી રહયું છે, જે ઇરાની ઓઇલ વેચવામાં સામેલ છે. અમેરીકન વિદેશમંત્રી માર્કો રૂબીયાએ કહયું જયાં સુધી ઇરાન પોતાની અસ્થિર ગતીવિધીઓના ફંડીંગ અને પોતાની આતંકી ગતીવીધીઓનું સમર્થન કરવા માટે ઓઇલ અને પેટ્રોકેમીકલ આવક ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરતુ રહેશે ત્યાં સુધી અમેરીકા ઇરાન અને પ્રતિબંધોથી બચવામાં લાગેલા તેના બધા ભાગીદારોને જવાબદાર ઠેરવવા પગલા લેતું રહેશે.
આ પગલું શનીવારે રોમમાં ઇરાન અમેરીકા વચ્ચે ચોથા તબકકાની વાતચીત પહેલા લેવાયું છે
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
