<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

દાણે દાણા માટે મોરતાજ પેલેસ્‍ટીનીયનો કરી રહ્યા છે લૂંટફાંટ

ઇઝરાયેલી સેનાએ ગાઝામાં રોકી દીધી વિદેશી સહાય સંયૂકત ᅠરાષ્‍ટ્રના ગોદામ સહિત પાંચ જગ્‍યાઓએ થઇ ખાદ્ય સામગ્રીની લૂંટ

જેરૂસલેમઃ લગભગ ૧૯ મહિનાથી ઇઝરાયેલના હુમલાઓ સહન કરી રહેલ ગાઝા હવે ભૂખ- તરસની ઝપટમાં છે. ઇઝરાયેલી સેના દ્વારા બે મહિનાથી વિદેશી સહાય રોકી દેવાય પછી ગાઝામાં ફૂડ સ્‍ટોર અને કોમ્‍યુનીટી કિચનમાં લૂંટફાટ શરૂ થઇ ગઇ છે. ભૂખ્‍યા લોકો હવે બેકાબૂ થઇ રહ્યા છે.

આ દરમયાન સંયૂકત રાષ્‍ટ્રએ ઇઝરાયલને ખાદ્ય સામગ્રીના સપ્‍લાય પર લગાવેલ રોક હટાવવા અપિલ કરી છે કે ગાઝામાં માનવીય સહાયનો સપ્‍લાય રોકીને ઇઝરાયેલ પેલેસ્‍ટીનીયનોને ક્રૂર સામૂહિક દંડ આપી રહ્યું છે. કેટલાય સપ્તાહોથી દિવસમાં એક વાર જમીને દિવસો પસાર કરી રહેલા પેલેસ્‍ટીનીયન લોકોથી હવે ૨૪ કલાકમાં એક વાર મળતા થોડા કોળીયાઓ ણ દૂર થઇ રહ્યા છે.

આના કારણે બુધવારે ગાઝામાં પાંચ સ્‍થળોએ ખાદ્ય સામગ્રીની લૂંટફાંટની ઘટનાઓ થઇ. જયાં સામગ્રીની લૂંટ થઇ તેમાં સંયૂકત રાષ્‍ટ્રની શરણાર્થી શિબિરનું ખાદ્યન્ન ગોદામ પણ સામેલ છે.

ગાઝામાં એનજીઓની શ્રૃખંલા ચલાવનાર અમજદ અલ- શાવા કહે છે કે ખાદ્ય સામગ્રીની લૂંટફાંટ શરૂ થવાથી સમજી શકાય છે કે ગાઝાની સ્‍થિતી કેટલી ગંભીર છે અહીં હવે ભોજન માટેની લડાઇ શરૂ થઇ ગઇ છે. વિશ્‍વ સમૂદાયે આ તરફ ધ્‍યાન આપવું જોઇએ. આ બધાની વચ્‍ચે ઇઝરાયેલી સેનાના હવાઇ અને જમીની હુમલાઓ પણ ચાલુ છે. ગઇ કાલે થયેલ હુમલામાં ૧૨ લોકો માર્યા ગયા હતા.

ઓકટોબર ૨૦૨૩થી અત્‍યાર સુધીમાં મરનાર પેલેસ્‍ટીનીયનોની સંખ્‍યા ૫૨ હજારને પાર કરી ગઇ છે.

(4:34 PM IST)