News of Friday, 2nd May 2025
સીરીયાના રાષ્ટ્રપતિ ભવન પાસે વિસ્ફોટ
ઈઝરાયેલે હુમલો કરતા પહેલા આપી હતી ચેતવણી

દમાસ્કસઃ ઈઝરાયેલી વાયુસેનાએ આજે સીરીયાના રાષ્ટ્રપતિ ભવન પાસે હુમલો કર્યો હતો. આના થોડા કલાક પહેલા જ સીરીયન અધિકારીઓને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ દક્ષિણ સીરીયામાં લઘુમતિ સમુદાયના લોકોના ગામો તરફ ના જાય.
આ હુમલો રાજધાની દમાસ્કસ નજીક સીરીયન સરકારના સરકારના સમર્થક બંધુકધારીઓ અને ક્રૂઝ લઘુમતિ સમુદાયના લડાયકો વચ્ચે કેટલાય દિવસ સુધી ચાલેલ અથડામણો પછી થયો. આ અથડામણોમાં ડઝનબંધ લોકો મરાયા અથવા ઘાયલ થયા હતા.
આજે સવારે કરવામાં આવેલ હુમલો આ અઠવાડીયામાં ઈઝરાયેલ દ્વારા સીરીયા પર કરાયેલ બીજો હુમલો હતો. ઈઝરાયેલ દ્વારા રાષ્ટ્રપતિ ભવનની નજીકના વિસ્તારમાં કરાયેલ હુમલો, સીરીયાની નવી નેતાગીરી માટે એક કડક ચેતવણી માનવામાં આવે છે.
ઈઝરાયેલી સેનાએ એક સ્ટેટમેંટમાં કહ્યું કે ફાઈટર પ્લેનોએ રાષ્ટ્રપતિ હુસૈન અલ-શારના મહેલની નજીક હુમલો કર્યો હતો.
સરકારના સમર્થક સીરીયન મીડીયા આઉટલેટસે કહ્યું કે હુમલો શહેરની ઉપર એક પહાડી પર પીપલ્સ પેલેસ નજીક થયો હતો. સીરીયન સૂચના મંત્રાલયે કહ્યું કે બે અલગ અલગ હુમલાઓમાં દેશના સુરક્ષાદળોના ૧૧ સભ્યો માર્યા ગયા. જ્યારે બ્રિટન સ્થિત યુધ્ધ નિગરાણી સંસ્થા સીરીયન એબોઝર્વેટરી ફોર હ્યુમન રાઈટસ એ કહ્યું કે સાહનાયા અમે ટ્રુઝ બહુમતીવાળા ઉપનગર જરામાનમાં અથડામણોમાં ૫૬ લોકો માર્યા ગયા જેમાં સ્થાનિક બંધૂકધારીઓ અને સુરક્ષાદળના લોકો સામેલ છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
