<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

કેદારનાથ ધામના કપાટ ખુલ્‍યા : મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામીએ દર્શન કર્યા

શ્રદ્ધાળુઓ પર પુષ્‍પવર્ષા : ભારતીય સેનાની ગઢવાલ રાઈફલ્‍સના બેન્‍ડે ભક્‍તિમય ધૂનો વગાડી મંદિરને દેશ-વિદેશથી મંગાવવામાં આવેલા વિવિધ પ્રકારના 108 ક્‍વિન્‍ટલ ફૂલોથી શણગારવામાં આવ્‍યું

કેદારનાથ, તા.2: ભક્‍તો માટે પવિત્ર કેદારનાથ ધામના કપાટ આજે, બે મે (શુક્રવાર) થી ખોલવામાં આવ્‍યા છે. કપાટ ખુલવાના -થમ દિવસે જ ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામીએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા અને ત્‍યાં પહોંચેલા -થમ દિવસના શ્રદ્ધાળુઓ સાથે પણ વાતચીત કરી હતી. પુષ્‍કર સિંહ ધામી ધામના કપાટ ખુલતા પહેલાં જ શ્રી કેદારનાથ ધામ પહોંચ્‍યા હતા. દર વર્ષે ઠંડીની મોસમમાં બરફવર્ષાના કારણે કેદારનાથ ધામના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને ઉનાળામાં ફરીથી ખોલવામાં આવે છે. છ મહિના સુધી બંધ રહ્યા બાદ શુક્રવારે સવારે કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્‍યા અને આ પ્રસંગે હિમાલયમાં સ્‍થિત આ મંદિરને દેશ-વિદેશથી મંગાવવામાં આવેલા વિવિધ -કારના 108 ક્‍વિન્‍ટલ ફૂલોથી શણગારવામાં આવ્‍યું હતું.

શ્રી કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલ્‍યા બાદ મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામીની ઉપસ્‍થિતિમાં સાંસ્‍કળતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ પર પુષ્‍પવર્ષા કરવામાં આવી હતી.

મંદિરને સજાવવા માટે 150 થી વધુ સ્‍વયંસેવકોએ દિવસ-રાત કામ કર્યું હતું અને તેમાંથી દરેક વ્‍યક્‍તિ પોતાને ધન્‍ય માને છે કે તેમને ભગવાન શિવની સેવા કરવાનો અવસર મળ્‍યો. કેદારનાથ ધામ રુદ્ર-યાગ જિલ્લામાં સમુદ્ર તળથી 11,000 ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલું છે. મંદિરને સજાવવામાં જોડાયેલા સ્‍વયંસેવકોની ટીમનું નેતળત્‍વ કરી રહેલા ગુજરાતના વડોદરાના રહેવાસી સળજલ વ્‍યાસે જણાવ્‍યું હતું કે સજાવટ માટે ગુલાબ અને ગલગોટા સહિત 54 પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તેમણે જણાવ્‍યું હતું કે આ ફૂલો દિલ્‍હી, કાશ્‍મીર, પુણે, કોલકાતા અને પટના ઉપરાંત નેપાળ, થાઈલેન્‍ડ અને શ્રીલંકાથી લાવવામાં આવ્‍યા છે. વ્‍યાસે જણાવ્‍યું કે ગલગોટાના ફૂલ ખાસ કરીને કોલકાતાના એક ખાસ ગામમાંથી લાવવામાં આવે છે, કારણ કે સ્‍થાનિક જાતની તુલનામાં તે જલ્‍દી ખરાબ થતા નથી અને સરેરાશ 10-15 દિવસ સુધી તાજા રહે છે.

ગઢવાલ રાઈફલ્‍સ બેન્‍ડ દ્વારા ભક્‍તિમય ધૂનોનું પ્રસ્‍તુતિકરણઃ

શ્રી કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવતા ભારતીય સેનાની ગઢવાલ રાઈફલ્‍સના બેન્‍ડે ભક્‍તિમય ધૂનો વગાડી હતી. મંદિરની સજાવટ માટે પહોંચેલા ભક્‍તોએ કહ્યું હતું કે, ‘અમને અહીં આવવામાં ઘણી મુશ્‍કેલી પડી. અમારી ટ્રેનો રદ થઈ ગઈ હતી અને અમારામાંથી ઘણાને વિમાન દ્વારા આવવું પડ્‍યું. ઘોડાઓની ગેરહાજરીમાં અમને મંદિરને સજાવવા માટે આટલી ઊંચાઈ પર ફૂલો લાવવામાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો.ૅ વ્‍યાસે કહ્યું, ૅપરંતુ અમે બધા અમારા પ્રિય ભગવાનની સેવા કરવાનો અવસર પામીને ખૂબ જ ખુશ છીએ.ૅ તેમની ટીમનાં અન્‍ય સભ્‍યોએ પણ આવી જ લાગણીઓ વ્‍યક્‍ત કરી હતી. અન્‍ય એક સભ્‍ય તપન દેસાઈએ કહ્યું, આ જીવનભરનો અનુભવ છે. ભગવાન શિવના મંદિરને સજાવવાનો અવસર મળવો એક દુર્લભ આશીર્વાદ છે. મારી પત્‍ની અને મારો 10 વર્ષનો પુત્ર પણ મારી સાથે આવ્‍યો છે.'

ખરાબ તબિયત હોવા છતાં ભક્‍તો પહોંચ્‍યા

(2:33 PM IST)