<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

અમરેલીમાં શંકાસ્‍પદ મૌલાના ઝડપાયો : પાકિસ્‍તાન-અફઘાનીસ્‍તાન સાથે સંપર્કમાં

જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકવાદી હુમલા બાદ અને ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે તણાવના માહોલ વચ્‍ચે મદ્રેશામાં રહેતા મૌલાના મોહમદ ફઝલ અબ્‍દુલ અજીજ શેખને અમરેલી એસઓજી ટીમે ધારીમાંથી ઉઠાવી લીધો : તપાસનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., રઃ જમ્‍મુ કાશ્‍મીરના પહેલ ગામમાં આતંકી હુમલા બાદ આજે અમરેલી જીલ્લાના ધારીમાંથી એસઓજી ટીમે શંકાસ્‍પદ મૌલાનાને ઝડપી લેતા સનસનાટી મચી ગઇ છે.

      આ બનાવમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મૌલાના મોહમદફઝલ અબ્‍દુલઅજીજ શેખનો મોબાઇલ ફોન પોલીસે તપાસતા મોબાઈલમાંથી પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનના સોશ્‍યલ મીડિયામાં ગળપ મળી આવ્‍યા હોય સ્‍પેશ્‍યલ ઓપરેશન બ્રાન્‍ચ (SOG)ની ટીમ દ્વારા મોબાઈલ કબ્‍જે લઈ મોબાઇલ ફોનને ફોરેન્‍સિક તપાસ માટે મોકલી આપ્‍યો છે. ત્‍યારે આ શંકાસ્‍પદ ઇસમની પૂછપરછ દરમ્‍યાન આ મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાની વિગતો આપતા અમરેલી એસ.ઓ.જી. દ્વારા તપાસ શરૂ કરી છે.

 આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પોલીસ વધુ સક્રિય બની છે અને જુદા જુદા શંકાસ્‍પદ શખ્‍સોની પુછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આજે અમરેલી એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે ધારીમાં રહેતા મૌલાનાની શંકાસ્‍પદ હિલચાલ અંગે તપાસ કરવા માગે અટકાયત કરવામાં આવી છે.

આ શંકાસ્‍પદ મૌલાનાના મોબાઇલમાં તપાસ કરતા તે પાકિસ્‍તાન અને અફઘાનીસ્‍તાનમાં વોટસએપ ગૃપ સાથે સંકળાયેલ હોવાનું જોવા મળ્‍યું છે. જેથી જુદી જુદી સરક્ષા એજન્‍સીઓને જાણ કરવામાં આવી છે. અને વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ મૌલાના અમદાવાદના જુહાપુરા વિસ્‍તારમાં રહેતો હોવાનું અને થોડા સમયથી  ધારીમાં રહેવા આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. આ શખ્‍સ કેટલા સમયથી શંકાસ્‍પદ ગતિવિધિઓ કરતો હતો. તેની તપાસ તથા પાકિસ્‍તાનમાં કોની સાથે સંકળાયેલો છે. તૈ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આતંકવાદી હુમલા બાદ શંકાસ્‍પદ શખ્‍સની ધરપકડ થતા ભારે ચર્ચા જાગી છે. પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

(2:49 PM IST)