News of Friday, 2nd May 2025
"...આજે ઘણા લોકોની ઊંઘ ઊડી જશે...", શશિ થરૂર સાથે મંચ પર બોલ્યા વડાપ્રધાન મોદી
તિરુવનંતપુરમમાં વિઝિન્જમ આંતરરાષ્ટ્રીય બંદરના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીનું નિવેદન : કોંગ્રેસ નેતા શશિ થરૂરની હાજરીને લઈને વિપક્ષ પર કટાક્ષ

તિરુવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિન્જમ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમના મંચ પર કોંગ્રેસના નેતા શશિ થરૂર પણ હાજર હતા. આ પ્રસંગે પીએમ મોદીએ ઈશારામાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને કહેવા માંગુ છું કે તમે INDIA બ્લોકના મજબૂત સ્તંભ છો. શશિ થરૂર પણ અહીં બેઠા છે. આજનો કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ ઉડાડનારો છે.
આ દરમિયાન મંચ પર મુખ્યમંત્રી વિજયન ઉપરાંત કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ હાજર હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે મંચ પર શશિ થરૂર પણ બેઠા છે, આજનો આ કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે. વાત જ્યાં પહોંચવાની હતી, ત્યાં પહોંચી પણ ગઈ હશે.
નોંધનીય છે કે વિઝિન્જમ પોર્ટના કમિશનિંગથી કેરળને વૈશ્વિક દરિયાઈ નકશા પર મુખ્ય સ્થાન મળવાની આશા છે. આ બંદર ભારત માટે આંતરરાષ્ટ્રીય વેપાર અને શિપિંગમાં ભૂમિકા બદલનાર સાબિત થઈ શકે છે.
આ પહેલા પીએમ મોદી કેરળ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર શશિ થરૂરે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે થરૂરે ટ્વીટ કરીને પણ કહ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટમાં વિલંબ હોવા છતાં સમયસર તિરુવનંતપુરમ પહોંચી ગયો જેથી પોતાના મતવિસ્તારમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરી શકું.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
