<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

લગ્નની ચોરીમાંથી ગર્લફ્રેન્‍ડે કર્યું પ્રેમીનું અપહરણઃ દુલ્‍હન જોતી રહી રાહ

પ્રેમમાં દબંગાઈની અનોખી ઘટના...ઝાંસીના રક્ષા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પ્રેમિકાએ લગ્ન સ્‍થળેથી વરરાજાને અપહરણ કર્યું અને તેને પોલીસ સ્‍ટેશન લઈ ગઈ, પંચાયત પછી બંનેના લગ્ન મધ્‍યપ્રદેશના દતિયામાં થશે

ઝાંસી, તા.૨: લગ્નના મંડપમાંથી વરરાજાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જી હા...વરરાજાની પ્રેમિકાનું કારસ્‍તાનનો કિસ્‍સો હાલ ચારેબાજુ ચર્ચામાં છે. લગ્નની ચોરીમાં એક બાજુ વરરાજા અને બાજુમાં દુલ્‍હન બેઠી હતી. લગ્ન ગીતો ગવાતાં હતાં અને આ બધાની વચ્‍ચે પ્રેમિકાએ એન્‍ટ્રી લીધી હતી અને બધાની હાજરીમાં વરરાજાને ભગાડીને જતી રહી.

લગ્નની ચોરીમાંથી જ વરરાજાનું અપહરણ થતાં ગામમાં હડકંપ મચી ગયો. દુલ્‍હનનો પરિવાર ચિંતામાં આવી ગયો કે જે વરરાજા જાન જોડીને પરણવા માટે સાસરીમાં આવ્‍યા હતા, એમનું તો હવે પ્રેમિકાએ જ અપહરણ કર્યું છે તો કરવું શું? અધૂરામાં પૂરું પ્રેમિકાએ કહી દીધું કે હું વરરાજાના બાળકની માતા બનવાની છું. આટલું કહીને તે વરરાજાને લઈને રવાના થઈ ગઈ, અને આ બાજુ લગ્ન મંડપમાં દુલ્‍હન અને તેના પરિવારજનો ચિંતામાં આવી ગયા. લીલા તોરણે આવેલી જાન પાછી જાય નહીં એ માટે નિર્ણય એવો કરવામાં આવ્‍યો જે જોઈને તમે પણ છક થઈ જશો. વરરાજાના અપહરણ બાદ દુલ્‍હન સાથે વરરાજાના ભત્રીજાનાં લગ્ન કરાવવામાં આવ્‍યાં. જી હા.. વરરાજાને પ્રેમિકા ભગાડી જતાં ઝાંસીના ડેલી ગામમાં રંગેચંગે વરરાજાના ભત્રીજાનો વરઘોડો નીકળ્‍યો હતો, એટલે કે, ભત્રીજો જે દુલ્‍હનને કાકી કહેવાનો હતો તેમની સાથે વરરાજાના ભત્રીજાએ લગ્ન કરી લીધાં હતા.

વિધિની વક્રતા જુઓ...માત્ર ૩૦ મિનિટમાં જ વરરાજા અને દુલ્‍હનના જીવનસાથી બદલાઈ ગયા. કંકોતરીમાં છપાયેલાં પાત્રો માત્ર ૩૦ મિનિટમાં બદલાઈ ગયાં. આ ચર્ચાસ્‍પદ કિસ્‍સો ઉત્તર પ્રદેશના ઝાંસીના ડેલી ગામનો છે. જ્‍યાં વરરાજાને તેની પ્રેમિકા ભગાડી જતાં દુલ્‍હનનાં લગ્ન વરરાજાના ભત્રીજા સાથે કરાવવામાં આવ્‍યાં અને ભત્રીજો પણ કુંવારો હોવાથી તેણે હા પાડી દીધી. સની નામના વરરાજા ભાગી જતાં કન્‍યા અને વરપક્ષે DJના તાલે સજીધજીને વરરાજાના ભત્રીજાને પરણાવીને આ લગ્ન પૂરાં કર્યાં છે. (રર.૧૭)

(4:01 PM IST)