News of Friday, 2nd May 2025
પત્નીએ પતિ વિરુદ્ધ કેસ કર્યોઃ પતિ મારા કરતાં બિલાડીને વધુ પ્રેમ કરે છે
કર્ણાટક હાઈ કોર્ટમાં એક અજીબોગરીબ કેસ આવ્યો

બેંગ્લોર,તા.૦૨: દહેજ અને ઘરેલુ હિંસાને લગતા કાયદાઓનોસ્ત્રીઓ દ્વારા મિસયુઝ થઈ રહ્યો છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે કર્ણાટક હાઈ કોર્ટમાં એક અજીબોગરીબ કેસ આવ્યો છે. એક પત્નીએ પતિ પર આરોપ મૂકયો છે કે તેનો પતિ તેના કરતાં પાળેલી બિલાડીને વધુ પ્રાયોરિટી આપે છે. બેંગલોરના એક કપલનો આ કેસ કર્ણાટક હાઈ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસની શરૂઆતમાં તો પત્નીએ દહેજ અને ઘરેલુ હિંસાની ફરિયાદ અંતર્ગત જ પતિ વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો હતો. આ કેસ દરમ્યાન પત્નીએ દલીલ કરી હતી કે પતિનો તેના કરતાં પાળેલી બિલાડી સાથે વધુ પ્રેમભર્યો બોન્ડ છે અને એને લઈને તેમની વચ્ચે બહુ દલીલો થાય છે. આવું થાય ત્યારે બિલાડી તેને નખોરિયાં પણ ભરે છે. એ તો ભલું થજો કે કેસની દલીલો આગળ ચાલતાં જજને સમજાઈ ગયું કે બિલાડીને કારણે વાઇફને પૂરતું મહત્ત્વ મળતું હોવાનું ફીલ ન થતું હોવાથી યુગલ વચ્ચે ફાઇટ છે, બાકી પતિએ હકીકતમાં કોઈ ઘરેલુ હિંસા કરી નથી.(૪૦.૨૭)
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
