<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

વેઇટિંગ લિસ્‍ટવાળી ટિકિટ પર હવેથી સ્‍લીપર કે AC કોચમાં નહીં ચડી શકો, જનરલ ડબ્‍બામાં ચડવું પડશે

સ્‍લીપર કોચ અને એર-કન્‍ડિશન્‍ડ (AC) કોચમાં વેઇટિંગ લિસ્‍ટ પરની ટિકિટ પર પ્રવાસ નહીં કરી શકાય. એ ટિકિટ પર હવે ફક્‍ત જનરલ કોચમાં જ પ્રવાસ કરી શકાશે

નવી દિલ્‍હી,તા.૦૨: ભારતીય રેલવે દ્વારા પેસેન્‍જરોને ઓછી મુશ્‍કેલીઓ પડે અને તેઓ આરામદાયક પ્રવાસ કરી શકે એ માટે એના કેટલાક નિયમમાં ગઈ કાલે ૧ મેથી ફેરફાર કર્યો છે. ટૂંક સમયમાં જ રેલવે એનાં ભાડાંમાં પણ ફેરફાર કરવાની હોવાના સમાચાર છે.

હવે પછી સ્‍લીપર કોચ અને એર-કન્‍ડિશન્‍ડ (AC) કોચમાં વેઇટિંગ લિસ્‍ટ પરની ટિકિટ પર પ્રવાસ નહીં કરી શકાય. એ ટિકિટ પર હવે ફક્‍ત જનરલ કોચમાં જ પ્રવાસ કરી શકાશે. જો ત્‍ય્‍ઘ્‍વ્‍ઘ્‍ની સાઇટ  પરથી ઓનલાઇન ટિકિટ કઢાવી હોય તો એ કન્‍ફર્મ ન થતી હોય તો ઓટોમેટિક કેન્‍સલ થઈ જાય છે, પણ કાઉન્‍ટર પરથી લીધેલી વેઇટિંગ લિસ્‍ટની ટિકિટ કન્‍ફર્મ ન  થાય તો પણ પ્રવાસીઓ ખ્‍ઘ્‍ અને સ્‍લીપર કોચમાં ચડી જતા હતા. જેમની કન્‍ફર્મ ટિકિટો રહેતી એમની જગ્‍યા પર તેઓ બેસી જતાં વિવાદ થતો હતો અને લોકોને હાડમારી ભોગવવી પડતી હતી. હવે એ રોજની માથાકૂટ ટાળવા વેઇટિંગ લિસ્‍ટની ટિકિટ ધરાવનારા લોકોને સ્‍લીપર અને AC કોચમાં પ્રવાસ કરવાની અનુમતિ નથી. તેમણે જનરલ કોચમાં જ પ્રવાસ કરવો પડશે એવો નિયમમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે.(૪૦.૨૬)

(4:11 PM IST)