News of Saturday, 3rd May 2025
ગોવાના શિરગાંવમાં ધાર્મિક કાર્યક્રમમાં મોટી દુર્ઘટના : નાસભાગમાં 6ના મોત : 30થી વધુ ઘાયલ
શિરગાંવમાં શ્રી લૈરાઇ જાત્રા દરમિયાન અચાનક નાસભાગ મચી : હજારો શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા

ગોવા: ઉત્તર ગોવાના શિરગાંવમાં આજે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અચાનક નાસભાગ મચી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શ્રી લૈરાઇ જાત્રાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, ત્યારે અચાનક કોઈ કારણોસર નાસભાગ થતાં છ લોકોના કરુણ મોત નીપજ્યા છે.
આ ઘટનામાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર ગોવામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
