<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ભોપાલ લવ જેહાદ કેસ : હિન્દુ છોકરીઓ પર બળાત્કાર કરનાર ફરહાનનું એન્કાઉન્ટર : પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ નિષ્ફળ

પેશાબ, પિસ્તોલ અને ફાયરિંગ... પોલીસની પકડમાંથી છટકવા જતાં ફરહાનને ગોળી વાગી : હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભોપાલ: ભોપાલ લવ જેહાદ કેસમાં મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા મુખ્ય આરોપી ફરહાનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. ફરહાન પર હિન્દુ છોકરીઓ પર બળાત્કાર અને બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ છે. હાલમાં ફરહાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તે જીવિત છે.
આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ ફરહાનને મેડિકલ તપાસ માટે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ઓળખ કરાવવા માટે લઈ જઈ રહી હતી. અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, મેડિકલ તપાસ બાદ જ્યારે પોલીસ ફરહાનને અન્ય આરોપીની શોધમાં લઈ જઈ રહી હતી, ત્યારે ફરહાને પેશાબ જવાનું બહાનું બનાવ્યું હતું. ત્યારબાદ તેણે એક સબ-ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવાનો પ્રયાસ કર્યો અને તેમના પર જીવલેણ હુમલો કર્યો. જેના પગલે પોલીસે સ્વબચાવમાં તેનું ટૂંકું એન્કાઉન્ટર કર્યું હતું.
પોલીસને આરોપી અબરારનું લોકેશન બિલકસ ગંજમાં મળ્યું હતું અને પોલીસ ફરહાનને ત્યાં લઈ જઈ રહી હતી. ત્યારબાદ ઘાયલ ફરહાનને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ હોસ્પિટલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
ભોપાલ લવ જેહાદ કેસમાં ફરહાન મુખ્ય આરોપી છે. તેના પર હિન્દુ કોલેજની વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર કરવાનો, અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ છે. આરોપીઓએ આ વીડિયોને પોર્ન સાઇટ્સ પર વેચવાની પણ યોજના બનાવી હતી. ફરહાનના ફોનમાંથી અનેક વીડિયો મળી આવ્યા છે. ભોપાલ પોલીસે ફરહાન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

(10:18 AM IST)